Home Crime આદિપુરમાં ક્રિકેટનું હાઇફાઈ સટ્ટા બેટિંગ – ૭૦ મોબાઈલ પર એક સાથે વાત...

આદિપુરમાં ક્રિકેટનું હાઇફાઈ સટ્ટા બેટિંગ – ૭૦ મોબાઈલ પર એક સાથે વાત થઈ શકે તેવા મશીન સાથે ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત

960
SHARE
કચ્છ બહારના ક્રિકેટના બુકીઓ માટે જાણે કચ્છ હવે ક્રિકેટના સટ્ટાનું સેન્ટર બની રહ્યું હોય તેવું લાગે છે બોર્ડર રેન્જ આઈજી ડીબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસે પહેલા બીદડા માંથી મુંબઈ અને સુરતના ૫ બુકીઓને ઝડપ્યા બાદ હવે પૂર્વ કચ્છ પોલીસે આદિપુરમાં થી મોરબીના ૧૦ બુકીઓને પોલીસે ઝડપી પાડ્યા છે IPL ની ક્રિકેટ મેચો જાણે સટ્ટો રમવા માટેની મેચો બની ગઈ છે સટ્ટોડિયાઓ સ્માર્ટ મોબાઈલ એપ તેમ અલગ અલગ ડિજિટલ ગેજેટ્સ દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડે છે.

એક સાથે ૭૦ મોબાઈલ ઉપર વાત થઈ શકે તેવા મશીન સાથે અ.. ધ..ધ ૭૨ મોબાઈલ ફોન ઝડપાયા

બોર્ડર રેન્જ પોલીસના સાયબર સેલ અને પૂર્વ કચ્છ એસઓજી પોલીસના પીઆઇ જે. પી. જાડેજા અને અલગ અલગ પોલીસ ટીમે સાથે મળીને આદિપુરના વોર્ડ ન.૩ માં આવેલ મૈત્રી બંગલો માં દરોડો પાડીને મોરબી ના સટ્ટોડિયાઓ ની ટીમને ઝડપી પાડી હતા. પોલીસે આ સટ્ટોડિયાઓ પાસે થી બોબડી મશીન ઝડપી પાડ્યું છે. આ એક લાખ રૂપિયાના આ મશીન દ્વારા એક સાથે ૭૦ મોબાઈલ ઉપર વાત થઈ શકે છે. તે ઉપરાંત ૭૨ મોબાઈલ ફોન, ૫ લેપટોપ, ૩ એલઇડી ટીવી ઝડપાયા છે. આ સટ્ટા નેટવર્ક એટલું આધુનિક હતું કે, એક સાથે ટેલિફોન લાઈન ઉપર ૧૦ બુકીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોના એક સાથે ૭૨ જેટલા બુકીઓના સંપર્કમાં રહીને સટ્ટા બેટિંગ લેતા હતા. પોલીસે ૪ લાખ ૫૦ હજારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ ઉપરાંત ૫૪ હજાર રોકડ અને ૨૨ લાખની કાર સહિત કુલ ૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવનાર ના ૧૦ બુકીઓ (૧) અબ્દુલ હમીદ આદમ ચાનીયા (મોરબી), (૨) ભાવેશ જગદીશ પંડ્યા (રાજકોટ), (૩) મહમદ હનીફ ગુલામ ચાનીયા (મોરબી), (૪) ઇસ્માઇલ નૂરમામદ ચાનીયા (મોરબી), (૫) શૌક્ત અલ્લારખા ચાનીયા (મોરબી), (૬) રહીમ જુમા ચાનીયા (મોરબી) (૭) યુનુસ કાસમ સંધી (મોરબી), (૮) આસિફ તૈયબ સધામ (મોરબી), (૯) ફારૂક અબુભાઈ પોપટાણી, (ગારીયાધાર) (૧૦) મૌસીમ મહમદ માંજોઠી (મોરબી) ની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી માં પીઆઇ જે.પી. જાડેજા સાથે એસઓજી પીએસઆઇ એન.એમ.રબારી, એલસીબી પીએસઆઇ એમ.એસ. રાણા, એલસીબી પીએસઆઇ એ.પી. જાડેજા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો. પૂર્વ કચ્છ પોલિસ વડા પરીક્ષિતા રાઠોડ અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા દ્વારા બંને પોલીસ જિલ્લાઓમાં અત્યારે આઇપીએલ ક્રિકેટના સટ્ટા ઉપર કડક કાર્યવાહી કરાઈ રહી છે. જોકે, કચ્છ બહારના બુકીઓ ઝડપાયા પછી તેમના સટ્ટા નેટવર્ક તાર કયાં જોડાયેલા છે તે અંગે હજી સુધી વધુ કોઈ ઠોસ માહિતી બહાર આવી શકી નથી.