Home Social ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મહિલા દર્દી પાસેથી આયા દ્વારા કરાવાતી પગચંપી? –...

ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મહિલા દર્દી પાસેથી આયા દ્વારા કરાવાતી પગચંપી? – વાયરલ વીડિયોથી ચકચાર

2141
SHARE

ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ દર્દીઓ માટે આર્શીવાદરૂપ કામગીરી કરી રહી છે ભૂલી, ભટકી અને પોતાના ઘેરથી લાપત્તા થઈને છેક ભુજ પહોંચી આવેલા સેંકડો દર્દીઓને આ હોસ્પિટલમાં સારી સારવાર આપીને તેમને તેમના ઘેર પહોંચતા કરાયા છે પણ, તેમ છતાંયે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના અમુક સ્ટાફ દ્વારા કરાતું ગેરવર્તન સારી કામગીરીને ઢાંકી દે તેવું પણ બને છે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં અમુક સ્ટાફની ગેરવર્તણૂક ભૂતકાળમાં ચર્ચા સર્જી ચુકી છે ત્યારે હમણાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી એક વિડીયો ક્લિપે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલની આયાની ગેરવર્તણૂક સામે સવાલો ખડા કર્યા છે આ વીડિયોની ન્યૂઝ4કચ્છ પુષ્ટિ નથી કરતું પણ, તે સાથે આ વીડિયોમાં જે દ્રશ્ય દેખાય છે, તે ખરેખર માનસિક બીમાર દર્દી તેમજ તેમના પરિવારજનો માટે આઘાતજનક છે આ વીડિયોમાં આયાબેન મહિલા દર્દી પાસેથી ‘પગચંપી’ કરાવી રહી છે પલંગ પર સુતા સુતા તે આયા બહેન અન્ય વ્યક્તિઓ સાથે વાતો કરે છે અને માનસિક બીમાર મહિલા દર્દી તે આયાબેનની પગચંપી કરે છે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલની સારી કામગીરી સામે કોઈ એક સ્ટાફની ગેરવર્તણૂક અનેક સવાલો સર્જે છે ત્યારે, આ કિસ્સો યોગ્ય તપાસ માંગી લે છે ખરેખર, માનસિક અસ્વસ્થ વ્યક્તિની હૂંફ, માનવીય સંવેદના અને લાગણી સાથે સારવાર કરવી જોઈએ તેના બદલે એક નોકરની જેમ વર્તન કરીને કામ કરાવાય એ વાત આઘાત સર્જનારી છે ન્યૂઝ4કચ્છ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવાનો હેતુ કોઈ સનસનાટી સર્જવાનો નથી પણ, જો માનસિક અસ્વસ્થ વ્યક્તિની સારવારમાં જો ક્યાંય કોઈ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરાતી હોય તો તેની સામે ધ્યાન દોરવાનો છે.