Home Social મુન્દ્રા જન સેવા સંસ્થા દ્વારા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ ભાઈ અદાણીના જન્મદીનની ઉજવણી વિવિધ સેવાકીય...

મુન્દ્રા જન સેવા સંસ્થા દ્વારા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ ભાઈ અદાણીના જન્મદીનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવ્રુતિઓ સાથે કરાઈ

462
SHARE
દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી સાથે કચ્છ અને તેમાંયે ખાસ કરીને મુન્દ્રાનો સબંધ સવિશેષ છે મુન્દ્રામાં ખાનગી બંદર અને એસઇઝેડ ધરાવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીનો આજે જન્મદિવસ છે એ નિમિતે મુન્દ્રાની જાણીતી સેવાકીય સંસ્થા જનસેવા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે ગૌતમભાઈ અદાણીનો જન્મદિવસ ઉજવાયો હતો  આ પ્રસંગે અદાણી પરિવારના સહયોગથી સ્લમ વિસ્તાર ના 500 જેટલા જરૂરતમંદ લોકોને સ્પેશિયલ ખારીભાત અને વિવિધ મીઠાઈઓ સાથેનુ ભાવતું ભોજન પીરસાયું હતુ સંસ્થાના વાહન દ્વારા મુન્દ્રાના વિવિધ 6 જેટલા સ્લમ વિસ્તારમાં જઈ ગરીબ પરિવારોને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા તો, ૫૦ જેટલા જરૂરતમંદ પરિવારોને જીવન વપરાશની રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જનસેવા સંસ્થાના રાજ સંઘવીની સાથે અદાણી ગ્રૂપ ના જયરામ ભાઈ રબારી અને રમેશ ભાઈ આયડીએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો જલારામ ખીચડી ઘરના ખીચડીના દાતા, પાર્થભાઈ ઠક્કર, ગૌ ભક્ત જીતુભાઈ ઠક્કર તેમજ ઉમેશ પંડ્યા, પ્રતીક શાહે ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યમાંમાં ભાગ લીધો હતો જનસેવા સંસ્થાના સેવાભાવી કાર્યકરો દેવજી જોગી, પ્રકાશ માલમ અને હરેશ પીઠડીયાએ સહયોગ આપ્યો હતો.