Home Crime ભુજના રેલવે સ્ટેશનેથી જ્યુબિલી ગ્રાઉન્ડ જવા રીક્ષા ભાડે કરનાર ગઢશીશાના પ્રવાસીને લૂંટી...

ભુજના રેલવે સ્ટેશનેથી જ્યુબિલી ગ્રાઉન્ડ જવા રીક્ષા ભાડે કરનાર ગઢશીશાના પ્રવાસીને લૂંટી લેનાર રીક્ષા ચાલક ઝડપાયો

3292
SHARE
ભુજમાં રિક્ષામાં બેસતા પહેલા હવે રિક્ષાના નંબર નોંધી લેજો ઘણા સમયથી લેભાગુ અસામાજિક તત્વો દ્વારા રીક્ષામાં પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો બની રહ્યા છે જોકે, આવા બનાવો એકલ દોકલ બનતા હોઇ મોટેભાગે પ્રવાસીઓ ફરિયાદ કરવાનું ટાળે છે પણ, દોઢ મહિના અગાઉ રીક્ષા ચાલક દ્વારા ગઢશીશાના પ્રવાસીને લૂંટી લેવાના બનાવમાં પોલીસે આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરી છે દોઢ માસ અગાઉ તા.૧૬/૦૫/૨૦૧૯ ના રોજ લુંટ તથા ચેઇન સ્નેચીંગના બનાવ સબંધે ફરીયાદી જીતેન્દ્ર લાલજીભાઇ મહેતા રહે.ગઢશીશા, તા.માંડવી વાળા પોતાની પુત્રીને રેલ્વે સ્ટેશન મુકવા આવેલા અને પરત જયુબિલી ગ્રાઉન્ડ આવવા માટે રીક્ષા ભાડે કરી હતી જે રીક્ષા ચાલકે પ્રવાસી જીતેન્દ્રભાઈને નજીકના રસ્તેથી લઇ જવા કહેતાં ફરીયાદીને રીક્ષા ચાલકે રેલ્વે સ્ટેશનથી મુસ્લીમ એજયુકેશન ચાર રસ્તા થઈને એરપોર્ટ રીંગ રોડ વાળા રસ્તે મોટા પીર ચાર રસ્તા પાસે સુમસામ જગ્યાએ લઇ જઇને અંધારામાં ફરીયાદી પાસેથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૮૬ હજાર, મોબાઇલ ફોન તેમજ રોકડ રૂ.૧૬૦૦/- લુંટી લીધા હતા જે અંગેની ફરીયાદ ભુજ શહેર એ ડિવીઝન પૉલીસ સ્ટેશને ભોગ બનનાર પ્રવવાસીએ કરી હતી આ ગુનાની પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો દ્વારા તપાસ કરાતાં લૂંટ ચલાવનાર રીક્ષા ચાલક ઇકબાલ મુસા કુંભાર પોતાની છકડો રીક્ષા નં.GJ-12-BU-8484 વાળા સાથે ડાંડા બજાર રીક્ષા સ્ટેન્ડ પાસેથી ઝડપાઇ ગયો હતો એલ.સી.બી. પોલીસ દ્વારા કરાયેલી પુછપરછમા ઇકબાલ મુસા કુંભારે (રહે.મછીયારા ફળીયુ, જુની જેલ પાછળ, ભુજ)  આ લૂંટના ગુનાની કબુલાત કરી હતી પોલીસે આરોપી રીક્ષા ચાલક પાસેથી સોનાની ચેઇન નંગ-૧, કિ.રૂા.૮પ,૦૪પ/- અને ગુનામાં વપરેલ છકડો રીક્ષા નં. GJ-12 BU-8484 કિ.રૂા.૭૦,૦૦૦/-, લાવા કંપનીનો સાદો મોબાઇલ એક કિ.રૂા.૫૦૦/- અને રોકડા રૂા.૧૬૦૦/- કુલ્લે કિ.રૂા.૧,૫૭,૧૪૫/- નો મુદામાલ જપ્ત કર્યો છે આમ લૂંટનો ભેદ સફળતાપૂર્વક ઉકેલીને, લુંટ માં ગયેલ તમામ મુદામાલ એલ.સી.બી. પોલીસે કબ્જે કરી આરોપી રીક્ષા ચાલકની સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપ્યો છે.