Home Crime એલસીબીએ માધાપર પાસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી –...

એલસીબીએ માધાપર પાસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી – માધાપર, રેહા, ખેડોઈ ના ૪ બુટલેગરો સામે ફરિયાદ

1045
SHARE
પશ્ચિમ કચ્છ એલસીબીએ દારૂ ભરેલી કારનો સતર્કતા સાથે પીછો કરીને કાર દ્વારા દારૂની હેરફેર કરવાનો કિસ્સો ઝડપી પાડ્યો છે ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલી કે મોટા રેહા (ભુજ)ના ભચુભા સવાજી ઉર્ફે સવાઇસિંહ જાડેજા પોતાના કબ્જાની સફેદ કલરની સ્વીફટ ડીઝાયર કાર જેના રજી નં. GJ-12 CP-5199 વાળીમાં મોટા રેહાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી વહેલી સવારના માધાપર ગામ તરફ નિકળનાર છે બાતમીના આધારે પોલીસે ગોઠવેલ વોચ દરમ્યાન એક સફેદ કલરની સ્વીફટ કાર મોટા રેહા ગામ તરફના રોડ થી લેર ગામ તરફના રોડ ઉપર આવતી નજરે ચડતા તે કારને રોકવા કોશીષ કરતા તે કારનો ચાલક કારને ઉભી નહી રાખી રોડ પરથી સીધો નીકળી લેર ગામ વાળા રસ્તે નીકળતા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે તે કારનો પીછો કરી માધાપર ગામની પાછળ ગંગેશ્વર રોડ પર આ કારને પકડી પાડી હતી કાર ચાલકની પૂછપરછ કરતા તેનુ નામ ભચુભા સવાઇસિંહ જાડેજા, રહે.મોટા રેહા, (તા.ભુજ) હોવાનું જણાવેલ હતું કારમાં બેઠેલી બીજી વ્યક્તિની પૂછપરછ કરતા પોતાનું નામ હકુમતસિંહ ઉર્ફે હકુભા રાણુભા જાડેજા, ઉ.વ.૨૨, રહે.મોટા રેહા, (તા.ભુજ) વાળો હોવાનું જણાવ્યું હતું. તેમના કબ્જાની કારની ઝડતી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૧, બોટલ નંગ-૧૩૨, કિ.રૂા.૪૬,૨૦૦/- નો દારૂ ઝડપાયો હતો. દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ મારૂતી કંપનીની સ્વીફટ ડીઝાયર કાર રજી નં. GJ-12-CP-5199, જેની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૫૦૦/- એમ કુલ્લે કિ.રૂા.૩,૪૬,૭૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. દારૂ અંગે પુછ-પરછ કરતા આરોપી બચુભા જાડેજાએ જણાવેલ કે, સદરહું દારૂનો જથ્થો ગામ મોટી ખેડોઇના શિકતસિંહ સરવૈયા પાસેથી લાવી માધાપર, તા.ભુજના સમીર ગઢવીને આપવાનો હતો જેથી ચારેય આરોપીઓ નં.(૧)ભચુભા સવાજી ઉર્ફે સવાઇસિંહ જાડેજા, ઉ.વ.૪૦, નં.(ર)હમુતસિંહ ઉર્ફે હકુભા રાણુભા જાડેજા, ઉ.વ.૨૨, રહે.બંન્ને મોટા રેહા, તા.ભુજ, નં.(૩) શકિતસિંહ સરવૈયા, રહે.મોટી ખેડોઇ તા.ભુજ, તથા નં.(૪)સમીર ગઢવી, રહે.માધાપર, તા.ભુજ’વાળા વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવી છે.