કચ્છ માટે ગૌરવની વાત છે કે, ભુજના સુખપર ગામના મેહુલની વર્લ્ડ મીની ફુટબોલ ચેમ્પિયનશીપ ૨૦૧૯ માટે ભારતીય ટીમમાં પસંદગી કરાઈ છે મીની ફૂટબોલ એસોસિએશન ઇન્ડિયા દ્વારા આ અંગે પત્ર દ્વારા ગુજરાત મીની ફુટબોલ એસોસિએશનને જાણ કરાઈ છે ગુજરાતમાંથી કુલ ચાર ખેલાડીઓની મીની ફુટબોલ વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે પસંદગી કરાઈ છે, જે પૈકી કચ્છમાંથી મેહુલ હીરાણીનું નામ છે આગામી ૧ ઓક્ટોબર થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ મીની ફૂટબોલ ચેમ્પિયનશીપ રમશે જેમાં કચ્છનો મેહુલ હીરાણી ભારતીય ટીમ વતી વર્લ્ડ મીની ફૂટબોલ સ્પર્ધા રમશે રમતગમત ક્ષેત્રે નાની વયે ઝળહળતી સફળતા સાથે આગળ વધી રહેલા મેહુલ હીરાણીને ફુટબોલ જેવી આંતરરાષ્ટ્રીય લોકપ્રિય સ્પર્ધામાં દેશ વતી પર્ફોમન્સ કરવાની તક મેળવવા બદલ ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે જોકે, ફુટબોલ સ્પર્ધા હજી ઓક્ટોબરમાં છે, પણ અત્યારથીજ મેહુલ હીરાણીએ અન્ય સાથીદારો સાથે ફિટનેસ સહિત ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.