પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઇ એમ.બી. ઔસુરા અને પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન ગેરકાયદેસર બાયો ડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આ અંગે એલસીબી પોલીસ દ્વારા આપાયેલી માહિતી અનુસાર અંબીકા પેટ્રોલપંપ ગાંધીધામથી ડીઝલ ભરેલા ટેન્કરમાંથી પ્રાગપરથી અદાણી પોર્ટ તરફ જતા નાના કપાયા ગામના રોડની બાજુમાં આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝની ઓફીસના ઉંચી કોટડી વાળા ગ્રાઉન્ડમાં ખાલી ટેન્કર રાખીને તેમાં ડીઝલ ભરેલુ ટેન્કર લાવી તે ટેન્કરમાં મોટર વડે બાયો ડીઝલ એક ટેન્કરમાંથી બીજા ટેન્કટરમાં ગેરકાયદેસર રીતે ભરવામાં આવતું હતું આ બાયો ડિઝલનું ગેરકાયદેસર રીતે વેંચાણ થતુ હોવાની ચોકકસ બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે રેડ કરતા બે ઇસમો (૧)લક્ષ્મણ ગેલાભાઇ રાજગોર, (રહે.આદીપુર, તા.ગાંધીધામ) તથા (ર)લાલબાબુ રામજતન રાય,( રહે.હાલે નાના કપાયા, આશાપુરા સોસાયટી, તા.મુંદરા) ઝડપાઇ ગયા હતા આ બંન્ને ટેન્કર ચાલકો અંબીકા પેટ્રોલપંપના માલીક ચીરાગભાઇ અગ્રવાલના કબ્જાના ટેન્કરો નં.GJ-12-Y-6923 તથા GJ-03-V-9690 વાળામાંથી જનરેટર ઇલેકટ્રીક મોટર વિગેરે સાધનોની મદદથી બાયો ડીઝલ એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ભરી વેંચાણ કરતા હતા જે બાયો ડીઝલ નિયત જગ્યાએ નહી મોકલી ચોરી-છળકપટથી મેળવી આધાર પુરાવા વગર વેંચાણ કરતા મળી આવતા બંન્ને ઇસમોના કબ્જામાંથી નીચે મુજબનો મુદામાલ સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવ્યો છે ટેન્કર નં.GJ-12-Y-6923, કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-, ટેન્કર માં ભરેલું બાયો ડીઝલ લી.૩૦૦૦, કિ.રૂા.૧,૮૯,૦૦૦/,
ટેન્કર નં.GJ-03-V-9690, કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-* , ટેન્કરમાં ભરેલું બાયો ડીઝલ લી.૭૦૦૦, કિ.રૂા.૪,૪૧,૦૦૦/- ઉપરાંત બાયો ડીઝલ ભરવા ઉપયોગમાં લીધેલ જનરેટર તથા ચાલીસ મીટર વાયર, કિ.રૂા.૪૫,૦૦૦/- ઇલેકટ્રીક મોટર, કિ.રૂા.૫,૦૦૦/- પ્લાસ્ટીકનુ પાઇપ આશરે ર૦ ફુટ, કિ.રૂા.૧,૦૦૦/ એમ કુલે કિ.રૂા.૨૬,૮૧,૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે બંન્ને આરોપીઓની સી.આર.પી.સી. કલમ – ૪૧(૧)(ડી) મુજબ ધરપકડ કરી મુંદરા પો.સ્ટે.માં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.