Home Current આગાહી વચ્ચે કચ્છમાં વાદળ છાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદથી લોકોની આશા...

આગાહી વચ્ચે કચ્છમાં વાદળ છાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદથી લોકોની આશા ટકી – જાણો કચ્છના તમામ તાલુકાઓની લેટેસ્ટ સ્થિતિ

2398
SHARE
એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ હમણાં છેલ્લા ઘણા સમયથી સતત આગાહીઓ વચ્ચે મેઘરાજાના રીસામણા!! પણ, આ વખતે આગાહી સાથે વાદળ છાયા વાતાવરણ વચ્ચે કચ્છમા ધીમી ધારે સાર્વત્રિક વરસાદે લોકોની આશાને ટકાવી છે જોકે, આંકડાકીય રીતે આ વરસાદ થોડો થોડો જ છે, પણ તમામ તાલુકાઓમાં મેઘરાજાએ લોકોની આશા ટકાવી છે.

જાણો વરસાદના આંકડા

આજે તા/૨૯/૭ ના સવારના ૬ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધીના આંકડાઓ આ પ્રમાણે છે.
(૧) અબડાસા ૫૨ મીમી (૨ ઇંચ), (૨) માંડવી ૨૪ મીમી (૧ ઇંચ), (૩) મુન્દ્રા ૨૪ મીમી (૧ ઇંચ), (૪) નખત્રાણા ૧૭ મીમી (પોણો ઇંચ), (૫) લખપત ૨૧ મીમી (પોણો ઇંચ), (૬) રાપર ( સાંજે ૫ વાગ્યા સુધી) ૧૨ મીમી (અડધો ઇંચ) (૭) ભચાઉ (સાંજે ૫ વાગ્યા સુધી) ૧૦ મીમી (અંદાજે અડધો ઇંચ), (૮) લખપત ૧૨ મીમી (અડધો ઇંચ), (૯) અંજાર ૪ મીમી અને ભુજ ૨ મીમી બન્ને શહેરો માં માત્ર ઝરમર ઝરમર વરસાદ છે.

મુન્દ્રા-માંડવીના કંઠી પટના ગામડાઓના વીડીયોએ સોશ્યલ મીડીયામાં ધૂમ મચાવી

આ વખતે કચ્છમાં વરસાદ ભાદરવા જેવો છે કોઈ જગ્યાએ વધુ તો કોઈ જગ્યાએ ઓછો અને ક્યાંક માત્ર ઝરમર ઝરમર!! આજે મુન્દ્રા માંડવીના કંઠી પટના ગામડાઓના વરસાદના સમાચારો જાણવા સતત લોકો ઉત્સુક હતા અનેક ગામડાઓ ભુજપુર, બેરાજા, રામાણીયા, દેશલપુર, નાની ખાખર, બીદડા માં વધુ વરસાદ હતો થોડીવાર પડેલા ધોધમાર વરસાદે લોકોને ખુશ કરી દીધા હતા તો, વરસાદના આ વીડીયો કલીપીંગ્સ સોશ્યલ મીડિયામાં સતત ફરતા રહ્યા હતા એ સિવાય વાગડના ભચાઉ તેમજ રાપરના વરસાદના વીડિયો સતત સોશયલ મીડિયામાં ફરતા રહ્યા હતા જોકે, ઘણી જગ્યાએ વધુ વરસાદના સાચા ખોટા સમાચારો અને જૂના વીડીયો કલીપીંગ્સ પણ ચર્ચામાં રહ્યા હતા પણ, એકંદરે વાત કરીએ તો આ વખતે પ્રથમ વાર કચ્છમાં સાર્વત્રિક વરસાદી માહોલ બન્યો છે દસે દસ તાલુકાઓમાં વાદળ છાયો માહોલ છે, ગરમીની જગ્યાએ ઠંડુ વાતાવરણ છે, અને ઝરમર ઝરમર વરસાદ સાથે મેઘરાજાએ લોકો માં આશા જગાવી છે, કે આ વખતે આગાહી સાચી પડે તેવું લાગે છે સાથે સાથે કચ્છ અને કચ્છ બહાર રહેતા કચ્છી માડુઓએ પણ વરુણદેવને પ્રાર્થના કરી છે કે હવે આ વખતે મન મુકીને વરસજો. અને હા, લાખો લોકોની પ્રાર્થના સાંભળીને મેઘરાજા કચ્છ ઉપર મન મુકીને વરસશે જ !!!