Home Crime સોશ્યલ મીડીયા ઉપર ભગવાન શ્રીકૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી – સાઇબર ક્રાઇમ હેઠળ...

સોશ્યલ મીડીયા ઉપર ભગવાન શ્રીકૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી – સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવા આહીર એકતા મંચ, વિહિપની પોલીસને રજુઆત

878
SHARE
સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવવાના કિસ્સાઓ સામે કચ્છ પોલીસ દ્વારા કડકાઈભરી સૂચનાઓ અવારનવાર આપવામાં આવે છે. આ અંગે પોલીસે અગાઉ કાયદાકીય પગલાં પણ ભર્યા છે તે દરમ્યાન આ મુદ્દે આજે તા/૯/૮/૧૯ ના ભચાઉ પોલીસ સમક્ષ અરજી સ્વરૂપે ફરિયાદ કરાઇ છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શિત કરીને ભચાઉ તાલુકા આહિર યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને આહિર એકતા મંચ દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશનમાં આ અંગે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવા રૂબરૂ તેમજ લેખિતમાં આધાર પુરાવાઓ સાથે રજુઆત કરવામાં આવી હતી. આજે તારીખ ૯/૮/૧૯ ના રોજે ભચાઉ પોલીસને કરાયેલ આ લેખિત અરજીમાં ફેસબુક એકાઉન્ટ પર કરાયેલ અભદ્ર ટિપ્પણી સંદર્ભે દિપક સમ્રાટભાઈ આંબલિયા, પાલડી, અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. પોલીસ સમક્ષ રજૂઆત સમયે આહિર સમાજ, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને હિન્દુ સમાજના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.