એક બાજુ કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ સાથે પુર આવ્યા છે બીજી બાજુ કચ્છમાં ભારે વરસાદની સતત ત્રીજી વખત આગાહી થતાં લોકો આશાભરી નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પણ, કદાચ આ વખતની વરસાદની આગાહી વધુ સચોટ અને સાચી પડે તેવું લાગી રહ્યું છે આમ તો, આજે કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી હતી અને તે પ્રમાણેનો વરસાદી માહોલ પણ બંધાયો અને પવનની ઝડપ ઘટી જોકે, અંતે આજે સારા શુકન થઈ ગયા છે પણ, આજે વરસાદમાં પૂર્વ કચ્છનું પલડું ભારે રહ્યું છે કાંઠાળ મુન્દ્રા માંડવી તાલુકામાં આશા જળવાઈ રહી છે જયારે પશ્ચિમ કચ્છમાં વરસાદ નહીવત છે કચ્છ જિલ્લા કલેકટર કચેરીના આજના તા/૯/૮/૧૯ ના સવારના ૬ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીના વરસાદના આંકડા આ પ્રમાણે છે. * રાપર- ૧૪૮ મીમી (૬ ઇંચ), *ભચાઉ- ૬૩ મીમી (અઢી ઇંચ), *અંજાર- ૪૮ મીમી (બે ઇંચ), *ગાંધીધામ ૪૦ મીમી ( દોઢ ઇંચ), *મુન્દ્રા ૩૧ મીમી (સવા ઇંચ), *ભુજ ૧૮ મીમી ( પોણો ઇંચ), *માંડવી ૮ મીમી, લખપત ૫ મીમી, અબડાસા ૦ મીમી.
હજી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી ૨૪ કલાક શનિવાર સુધી કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અત્યારે સમગ્ર કચ્છમાં વરસાદ માટે અનુકૂળ વાદળછાયું ભેજવાળું વાતાવરણ છે, પવનની ઝડપ પણ ઘટી છે શુક્રવાર તા/૯/૮ના વરસાદની જાણકારી મેળવીએ તો, કલેકટર કચેરી દ્વારા અપાયેલ વરસાદના આ આંકડા તાલુકા મથકોના છે ઘણી જગ્યાએ અમુક ગામડાઓમાં વધુ વરસાદ થયો છે મુન્દ્રાના કુંદરોડી પંથકમાં, માંડવીના બીદડા પંથકમાં, ભુજના માધાપર આસપાસ એમ ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસી ગયો છે.