Home Social જિંદગી જિંદગી – તબીબ, નર્સિંગ સ્ટાફે ‘જશોદા’ બની ‘ધૂલ કા ફૂલ’ને આપી...

જિંદગી જિંદગી – તબીબ, નર્સિંગ સ્ટાફે ‘જશોદા’ બની ‘ધૂલ કા ફૂલ’ને આપી નવી જિંદગી, વાંચો હૃદયને હચમચાવતો કિસ્સો

874
SHARE
‘મા’ વિશે તો આપણે હમેંશા એવી કહેવત સાંભળતા હોઈ છીએ કે ‘મા તે મા, બીજા બધા વગડા ના વા’. પણ, આજે વાત કરવી છે, આ કહેવતને ખોટી પાડતી ‘પથ્થરદીલ’ મા ની તેમજ પારકા બાળકને માત્ર માનવતાના મમતાભર્યા મલમપટ્ટા વડે ઉછેરનાર પાલક માતા ‘જશોદા’ની!! જોકે, જેટલું લખવું અને વાંચવું સરળ છે, એટલી સરળ વાત આ ‘ધૂલ કા ફૂલ’ ની નથી. આજે માત્ર એક મહિનાના જ થયેલા આ ધૂલ કા ફૂલે આંખ ખોલી ત્યારથી જ તેનો જિંદગી કરતાં મોત સાથે વધુ સંઘર્ષ રહ્યો છે તેને પોતાની સગી જનેતાએ જન્મતા વેંત જ બાવળની ઝાડીઓમાં ફેંકી દીધો હતો અંજાર તાલુકાના ભીમાસર ગામે ગત ૭ મી જુલાઈએ જ્યારે ત્યજાયેલી હાલતમાં આ નવજાત શિશુ મળ્યું ત્યારે તેની હાલત શું હતી? વાંચતાં જ આપણું હૃદય કંપી ઉઠે તેવી પરિસ્થિતિ આ માસુમ સી જાને વેઠી હતી કીડા, મંકોડા એ ખાધેલી હાલત, શરીર ઉપર ઉઝરડા અને ભૂખી તરસી પરિસ્થિતિમાં ઉપર સતત મોતનો ઘૂમરાતો પડછાયો!! આવી હાલતમાં આ ‘ધૂલ કા ફૂલ’ ને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો અન્ય શારીરિક મુશ્કેલીઓ ઓછી હોય તેમ તે સમયે નવી ઉપાધિ થઈ ડી હાઇડ્રેશનની !! ૧૦ દિવસનો બાળક, ‘મા-બાપ’ ની કે પરિવારની કોઈ છત્રછાયા નહીં અને સરકારી હોસ્પિટલમાં તેનો ઈલાજ!!!  પણ, દરેક તબક્કે મોત સામે ઝઝૂમતા આ ‘ધૂલ ના ફૂલ’ ને બચાવવાનો નવજીવન આપવાનો પડકાર હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે ઉપાડી લીધો માનવીય સંવેદના સાથે તેની સારવાર શરૂ થઈ, મમતા પૂર્વક તેનુ જતન કરાયું, અને માનવતાના મલમપટ્ટાએ આ નવજાત શિશુને એક નવી જિંદગી આપી. આજે એક મહિનાના આ માસુમ બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત સ્થિતિમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યું ત્યારે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફની આંખોમાં હર્ષાશ્રુ હતા. આ નવજાત શિશુની સારવાર અને કાળજી માટે બાળરોગ નિષ્ણાત એસો. પ્રોફેસર. ડો. રેખા થડાની, નર્સિંગ સ્ટાફના ઊર્મિબેન અને અન્ય સિસ્ટર્સ, દાખલ થયો ત્યારની કપરી પરિસ્થિતિમાં તેની સારવાર માટે બાળરોગ નિષ્ણાત આસી. પ્રોફે. ડો. હરદાસ ચાવડા સહયોગી બન્યા હતા. ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલની આ ‘જશોદા’ માતાઓને હ્રદયપૂર્વક અભિનંદન તેમણે છેલ્લા એક મહિનામાં સગી જનેતા દ્વારા તરછોડાયેલ ત્રણ નવજાત શિશુઓનું લાલન પાલન કરી તેમને પોતીકાપણાંની હૂંફ દ્વારા નવી જિંદગી આપી છે.