સમયની સાથે યુવા વર્ગમાં વધી રહેલા અંગત સંબંધો દરમ્યાન વખતોવખત આવા સંબંધો પોલીસ સ્ટેશન સુધી ગંભીર ફરિયાદ સ્વરૂપે પહોંચે છે. ભુજની ૪૦ વર્ષીય યુવતીએ ભુજના જ એક યુવક વિરુદ્ધ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે અને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભુજ એ ડિવિઝન પોલીસમાં ધવલ સુરેશ રાજગોર વિરુદ્ધ કરાયેલી ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ૬ વર્ષ થયાં તેણીની સાથે દોસ્તી કરી અંગત પરિચય કેળવીને ધવલ સુરેશ રાજગોરે વારંવાર શરીર સંબંધો બાંધ્યા હતા એટલું જ નહીં ૬ વર્ષના અંગત પરિચય દરમ્યાન ધવલે તે યુવતીના અંગત ફોટાઓ પાડીને તે બિભત્સ ફોટાઓ દ્વારા બ્લેકમેઇલ કરવાની કરવાની ધમકી આપી તેનું સતત શારીરિક ઉપરાંત આર્થિક શોષણ પણ કર્યું હતું. આરોપી ધવલ સુરેશ રાજગોર સરપટ નાકા બહાર શિવ નગરમાં રહે છે અને તેણે ફરિયાદી યુવતી પાસેથી ટુકડે ટુકડે અંદાજીત સાડા ત્રણ લાખના ઘરેણાં ઉપરાંત એક લાખની રોકડ રકમ પડાવી લીધી હતી. રેલવે ટિકિટ બુકીંગનું કામ કરનાર ધવલે અન્ય યુવતીઓનું પણ શારીરિક શોષણ કર્યું હોવાનો ફરિયાદી યુવતીએ આક્ષેપ કર્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસે આરોપી ધવલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.