Home Social કચ્છના નારાયણસરોવરની પિસ્તાનાની પ્રસાદી ઘરમાં લાવવાથી વરસે છે લક્ષ્મીજીની કૃપા – જાણો...

કચ્છના નારાયણસરોવરની પિસ્તાનાની પ્રસાદી ઘરમાં લાવવાથી વરસે છે લક્ષ્મીજીની કૃપા – જાણો અનોખી પરંપરા

1471
SHARE
હિન્દુ ધર્મ પરંપરાના કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણસરોવર સાથે વિજયાદશમીની અનોખી પરંપરા સંકળાયેલી છે. રાજાશાહીના સમયથી ચાલી આવતી આ પરંપરામાં નારાયણસરોવરના ગાદીપતિ દ્વારા કરાતું શસ્ત્ર પૂજન તેમજ શ્રદ્ધાળુ ભક્તોને અપાતી પિસ્તાનાની પ્રસાદી છે. શસ્ત્રપૂજનની વાત કરીએ તો નારાયણસરોવર જાગીર ના નવનિયુક્ત ગાદિપતી શ્રી સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મહાદેવના મહંત શ્રી દિનેશગીરી બાપુ તેમજ ઉપસરપંચ શ્રી સુરુભા જાડેજા, ગ્રામજનો યુવાનો, વાજતેગાજતે ભગવાન શ્રી ત્રિવિક્ર્મરાયજી મંદિર થી વાજતેગાજતે નારાયણ સરોવર ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી ની ૮૪ બેઠકો પૈકી ૬૩ નંબર ની બેઠકજી એ પહોંચ્યા હતા. જ્યાં શસ્ત્રના પ્રતીકરૂપે તલવારનુ સમી વૃક્ષ નીચે પુજન કરવામાં આવ્યું હતું.

જાણો ‘પિસ્તાના’ની પ્રસાદીની પરંપરા

હિન્દુ ધર્મના પ્રસિદ્ધ અને પવિત્ર એવા કચ્છના નારાયણસરોવર તીર્થધામની વિજયાદશમીના પવિત્ર ધાર્મિક દિવસ સાથે અનોખી એવી ધાર્મિક પરંપરા સંકળાયેલી છે. રાજશાહીથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા છે ‘પિસ્તાના’ ની પ્રસાદીની!! નારાયણસરોવર જાગીરના નવનિયુક્ત ગાદીપતિ સોનલલાલજી મહારાજ કહે છે કે, ‘પિસ્તાના’ની આ પ્રસાદી લેવા લોકો દેશ દેશાવરથી ખાસ નારાયણસરોવર આવે છે, જેઓ રૂબરૂ આવી નથી શકતા તેઓ પોતાના સ્નેહીજનો અથવા મિત્રોને મોકલે છે. શું છે આ ‘પિસ્તાના’ની પ્રસાદી? ગાદીપતિ સોનલલાલજી મહારાજ કહે છે કે, ‘પિસ્તાના’ માં પૂજાપા માં વપરાતી અલગ અલગ શુકનવંતી ચીજવસ્તુઓ હોય છે, જેમાં સોપારી, પબડી, આખી હળદર, જુવાર, પાવલીનો સિક્કો અને ખાસ કરીને નવરાત્રિ દરમ્યાન માતાજી પાસે સ્થાપના કરાતાં જવારા !! ‘પિસ્તાના’ની આ પ્રસાદી શ્રદ્ધાળુઓ પોતાને ઘેર લઈ જાય છે અને પૂજારૂમમાં અથવા તો કબાટ કે તિજોરીમાં ભક્તિભાવ સાથે રાખે છે. ગાદીપતિ સોનલલાલજી મહારાજ કહે છે કે, ‘પિસ્તાના’ ની આ.પ્રસાદી ઘરમાં રાખવા પાછળ શ્રદ્ધાળુ ભક્તોની માન્યતા છે કે, ઘરમાં લક્ષ્મીજી ના આર્શીવાદ ઉતરે છે, સુખ, સ્વાસ્થ્ય, સંપત્તિ સાથે બરક્ત આવે છે. જોકે, આ સંપૂર્ણ વાત અને ધાર્મિક માન્યતા પાછળ લોકોની પોતાની વ્યક્તિગત આસ્થા અને શ્રદ્ધા છે.