Home Social ‘જય માં મોગલ’- લંડનની કચ્છી મહિલાની માનતા પૂર્ણ થતા યુકે ના ફેમસ...

‘જય માં મોગલ’- લંડનની કચ્છી મહિલાની માનતા પૂર્ણ થતા યુકે ના ફેમસ સિંગર વિનોદ ગોરસિયાનું ભક્તિ ગીત કર્યું યુ ટ્યુબ પર રિલીઝ

1582
SHARE
વાત શ્રદ્ધાની છે. ધાર્મિક શ્રદ્ધા એ દરેકની વ્યક્તિગત માન્યતા ઉપર આધાર રાખે છે અને એટલે જ એ કહેવાયું છે કે, ‘શ્રદ્ધાને ક્યારેય પુરાવા ની જરૂર પડતી નથી’. આવી જ એક શ્રદ્ધાની વાત ન્યૂઝ4કચ્છ સુધી શુભેચ્છક મિત્ર હસુભાઈ મીરાણીએ પહોંચાડી છે. હાલે નવરાત્રિ દરમ્યાન યુ ટ્યુબ ઉપર યુકે સ્થિત કચ્છી સિંગર વિનોદ ગોરસિયાનું ‘માં મોગલ’ નું ભક્તિ ગીત ધૂમ મચાવી રહ્યું છે. પણ, આ ભક્તિ ગીત પાછળ ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાનો સંદેશ છુપાયેલો છે. મૂળ કચ્છના માધાપરના અને હાલે લંડન રહેતા જ્યોતિબેન પટેલને લગ્નજીવનના દસ વર્ષ પછી પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તેમણે  વતન કચ્છના પ્રવાસ દરમ્યાન ‘માં મોગલ’ પાસે માનતા માની હતી કે, જો સંતાન પ્રાપ્તિના સારા દિવસો  તેમના સંસારમાં આવશે તો તેઓ માં મોગલને ચરણે ભક્તિ ગીત અર્પણ કરશે. તેમની આ શ્રદ્ધા ફળી એટલે તેમણે યુકેના ફેમસ સિંગર અને કચ્છી એવા વિનોદ ગોરસિયાને ‘મોગલ માં’ નું એક સરસ ભક્તિ ગીત લખી, ગીત સંગીત સાથે ગાઈને ‘માં મોગલ’ના આર્શીવાદ લઈને રીલીઝ કરવા કહ્યું. ગાયક વિનોદ ગોરસિયાએ પોતાના હાથે લખેલું ભક્તિ ગીત પોતાના અવાજ સાથે મ્યુઝિક કમ્પોઝ કરી રેકોર્ડિંગ કરી ભચાઉ નજીક આવેલા કબરાઉ ગામે નવરાત્રિ દરમ્યાન ‘માં મોગલ’ના દર્શન કરી આ ભક્તિ ગીત મોગલકુળ બાપુના હસ્તે યુ ટ્યુબ પર રિલીઝ કરાવ્યું હતું. આ ગીતને લોકોના અનેક લાઈક મળી રહ્યા છે. ભક્તિ ગીતની રિલીઝ વેળાએ જાણીતા તસ્વીરકાર અરવિંદ નાથાણી, ઉપરાંત દેવુભા ગઢવી સહિત અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગીતને જોવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો….