પશ્ચિમ કચ્છ એલસીબીએ શંકાના આધારે ભુજના લોડાઈ ગામે તપાસ હાથ ધરતાં સુલતાન દાદુ ગગડા નામનો યુવાન દેશી બનાવટની બંદૂક, છરા તેમજ ગન પાવડર સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસની પૂછપરછ દરમ્યાન સુલતાને આપેલી માહિતીના આધારે પોલીસે લોડાઈના મુસ્લિમવાસમાંથી ગની મામદ ગગડાને તૂટેલી દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયાએ બન્ને શખ્સોની અટક કરીને કુલ ત્રણ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે ગેરકાયદે પશુ પક્ષીઓના શિકાર કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આઈજી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ ડીએસપી બી.એમ. દેસાઈ દ્વારા હાથ ધરાયેલી કડકાઈભરી કામગીરી ધાક સર્જનારી બની રહેશે.