Home Crime સેવનસ્કાય લીકર શોપમાંથી બોગસ ડોક્યુમેન્ટ દ્વારા બિયર દારૂ લેવાના કૌભાંડમાં ભુજના બે...

સેવનસ્કાય લીકર શોપમાંથી બોગસ ડોક્યુમેન્ટ દ્વારા બિયર દારૂ લેવાના કૌભાંડમાં ભુજના બે ની ધરપકડ – બે વોન્ટેડ

1966
SHARE
એસઓજી પોલીસે હેડકોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલી પૂર્વ બાતમીના આધારે ભુજની સેવનસ્કાય એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. લીકર શોપમાં પ્રવાસીઓના બોગસ દસ્તાવેજો દ્વારા દારૂ અને બિયર લેવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે ભુજના સ્ટેશન રોડ ઉપર શાંતિ ચેમ્બર્સમાં સ્પીડ વિઝન સાયબર કાફે નામની દુકાન ધરાવતા અને વિજયનગર માં રહેતા વેપારી સુનિલ પરેશ વેદાંતની સાથે હેમલ બંસીલાલ વાઘેલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો પ્રમાણે સુનિલ વેદાંત પોતાની સાયબર શોપમાં ભુજમાં આવતા પરપ્રાંતીય પ્રવાસીઓના નામના ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના આધાર પુરાવાઓ મેળવીને તેમાં એડિટિંગ કરી બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને સેવનસ્કાય એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ. લીકર શોપમાં આ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરીને દારૂ અને બિયર ખરીદતો હતો પોલીસે અત્યારે સુનિલ પરેશ વેદાંત અને હેમલ બંસીલાલ વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓ પ્રિન્સરાજસિંહ ઉર્ફે કાનો વિજયસિંહ વાઘેલા અને મોહિત વાઘેલા વોન્ટેડ છે. એસઓજી પીએસઆઇ એ.આર.ઝાલા સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.