Home Social તું નહીં તો ઔર સહી, શરાબ નહીં તો આસવ હી સહી… કચ્છના...

તું નહીં તો ઔર સહી, શરાબ નહીં તો આસવ હી સહી… કચ્છના શરાબના શોખીનોએ કાઢ્યો સસ્તો રસ્તો…

2080
SHARE

મેડિકલ સ્ટોર સિવાય પાનના ગલ્લે વેચાતા આસવથી ચડાવે છે નશો

ન્યૂઝ4કચ્છ:ગુજરાતમાં દારૂબંધીનોકડક કાયદો લાવવાનો દેખાવ કરતી ભાજપ શાસિત રાજ્ય સરકાર લીકર પરમીશનની કડક અમાલવારીથી માંડી દારૂના કહેવાતા દારોડાઓ કરવા માટે પોલીસને હુકમ કરી રહી છે તેવામાં પીવાના શોખીન પણ જાણે કે સરકારની સામે પડયા હોય તેમ અવનવા ગાળીયા બનાવી નાખે છે. હવે શોખીન લોકોએ દારૂની જગ્યાએ આયુર્વેદિક દવા શોધી કાઢી છે. કચ્છમાં અત્યારે તેનું ચલણ વધી રહ્યું છે.પથરીની સારવારમાં અપાતા આસવ સિરપની બે-ત્રણ બોટલો ઢીંચીનેપ્યાસીઓ પોતાની પ્યાસ બુઝાવી રહ્યા છે ! કોઇપણ ચીજ વસ્તુની સારી નરસી બંને અસર હોય છે જેમાં આયુર્વેદને અપવાદ ગણાય છે, પરંતુ કચ્છના હોશિયાર શરાબીઓએ આયુર્વેદની આડઅસર રૂપે નશો શોધી કાઢયો છે. આયુર્વેદમાં આસવનો ઉપયોગપેટના દર્દો માટે થાય છે. ખાસ કરીને પેશાબ અને પથરીની તકલીફમાં તેનોઉપયોગ કરવામાં આવે. જે પુખ્તવયની વ્યક્તિએ 10 મી.લી. ત્રણ સમય લેવાની હોય છે અને બાળકોને 5 મી.લી. આપવાની હોય છે. મતલબ પુખ્તવયની વ્યક્તિએ એકાદ ચમચી અને બાળકોએ અડધી ચમચી એકસમયે લેવાની હોય છે. 300 એમ.એલ.માં અવતી આસવની બોટલમાં 11ટકા જેટલો આલ્કોહોલ હોવાનું ભાળી ગયેલા નશેડીઓ આખી બોટલ ગટગટાવી જાય છે. એનાથી યે કીક ન લાગે તો બે-ત્રણ વધુ પધરાવી દે છે!  રાજ્ય સરકારે દારૂબંધીનો કડકપણે અમલ કરાવવા દારૂપીનારાને સીધા જેલમાં ધકેલી દેવાનો કાયદો અમલમા મૂક્યો છે, જે કાયદા પછી કચ્છમાં દારૂડિયાઓએ આયુર્નેટ હેલ્થકેરનો હર્બી ફ્લો આસવની પાંચ-સાત બોટલ એકસાથે પી જાય છે અને તેના ઉપર મીઠીવસ્તુ ખાઇ લે છે અને નશાને વધુ અસરકારક બનાવે છે. ચોકાવનારી વાત તો એ છે કે, દારૂડિયાઓને આયુર્વેદિક દવાની પ્લાસ્ટિકની બોટલમાં પાનના ગલ્લેથી ઠેરઠેર જોઇએ એટલા પ્રમાણમાં મળી રહે છે.

બેચ નંબર કે એક્સપ્રાયરી ડેટ પણ નથી

આયુર્વેદિક સીરપની બોટલ પર બેચ નંબર, મેન્યુફેકચરિંગ ડેટ નથી એક્સપ્રાયરી ડેટ પાસે ઉત્પાદનની તારીખથી 6 મહિનાની મર્યાદાબતાવાઇ છે. લાયસન્સ નંબર લખ્યા છે. કિંમત રૂપિયા 115 બતાવાઇ છે અને તેટલા વસુલાય છે. જીએમપી સર્ટિફાઇડ કંપની પણ લખેલું છે. 300 મી.લી.ની બોટલમાં જવનું પ્રમાણ 100 મી.ગ્રા. અને સુગર 1000મી.ગ્રા. છે. આલ્કોહોલનું પ્રમાણ 11 ટકા લખેલું છે. અને સૌથી મજાનીવાતતો એ છે કે આ દવા બનાવનારી કંપની ગાંધીનગરમાં છે.