ન્યૂઝ4કચ્છ ગાંધીધામ ઓરેન્જ ઝોનમાં આવેલા સરહદી જિલ્લા કચ્છમાં લોકડાઉન 3.0માં ખાસ્સી એવી છૂટછાટ મળી છે ત્યારે આ દરમિયાન લોકો સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સહિત અન્ય સાવચેતી રાખે તે માટે પૂર્વ કચ્છ પોલીસ બેડાના એસપીને ગાંધીધામની મુખ્ય બજારમાં ઉતરી આવવું પડ્યું હતું બીજી બાજુ પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ સહિતની અન્ય કાર્યવાહી પણ કરાઈ હતી.
લોકડાઉન ત્રણમાં આપવામાં આવેલી આંશિક છૂટછાટમાં લોકો તથા વેપારીઓ દ્વારા તેનું કડકાઇથી પાલન થાય છે કે નહીં તે જોવા માટે પૂર્વ કચ્છનાં એસપી પરીક્ષિતા રાઠોડ તેમના કાફલા સાથે ગાંધીધામની બજારોમાં નીકળ્યા હતા દુકાનોમાં જાતે જઈને પોલીસ અધિક્ષક રાઠોડે સેનેટાઈઝર તથા માસ્ક અને ગ્લોઝનો ઉપયોગ થાય છે નહીં તેનું સરપ્રાઈઝ ચેકીંગ પણ કર્યું હતું એસપીની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.રાણા તેમના સ્ટાફ સાથે રહ્યા હતા અને લોકોની સાથે સાથે વેપારીઓને પણ નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.
55 કેસમાં 67 વ્યક્તિ પકડાયા
લોકડાઉન દરમિયાન જુદી જુદી જોગવાઈ તથા કાયદાના ભંગ બદલ પોલીસે કરેલી કાર્યવાહીમાં પૂર્વ કચ્છમાં 67 વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તથા 129 વાહનને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા જાહેરનામા ભંગના 55 કેસ થયા હતા સ્થળ ઉપર કરવામાં આવેલા દંડનો આંકડો આજે 60 હજારને પાર કરી ગયો હતો કાયદાકીય કાર્યવાહીની સાથે સાથે પોલીસે 43 વરિષ્ઠ નાગરિકની મુલાકાત લઈને તેમને મુશ્કેલીનાં સમયમાં સહાયતા માટે પોલીસની મદદ લેવાની સૂચના સાથે હૈયાધારણા પણ આપી હતી.