Home Current મુન્દ્રાની જનસેવા સંસ્થાએ લૉક ડાઉનની સ્થિતીમાં 10000 ગરીબો ને ભોજન પીરસ્યું :...

મુન્દ્રાની જનસેવા સંસ્થાએ લૉક ડાઉનની સ્થિતીમાં 10000 ગરીબો ને ભોજન પીરસ્યું : જરૂરત મંદ પરિવારો ને 500 કિટોનું વિતરણ કર્યું

323
SHARE
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લૉક ડાઉનની સ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પરેશાની માં મુકાયા છે ત્યારે કચ્છ ના મુન્દ્રા શહેર તેમજ આજૂબાજૂ માં દિન દુખીયા લોકોની સેવામાં અવિરત જન સેવા સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગ માટે સેવાની જ્યોત જલાવી હતી લૉક ડાઉન ના પાંચમા દિવસથી એક માસ સુધી હોટલ સૂરભીના ભોગીલાલ ભાઈ ચાવડાએ ગરીબ લોકો માટે દરરોજ ના 350ફૂડ પેકેટ જન સેવાના માધ્યમ થી ગરીબ વસાહતો સુધી પહોંચતા કર્યા હતા તેમજ દરરોજ બપોરે 50 કિલ્લો ખારીભાત ગરીબ વસાહતોના ભૂખ્યા લોકો ને પીરસ્યા હતા આ સેવામાં મુન્દ્રાના કારિયાભાઈ માલમ (હોટલ રંગોલી વાલા ), ઉનેદ ભાઈ લોખંડ વાલા , મહાવીર સુપર માર્કેટ ના પરીન દિલીપ ભાઈ ગાલા , શબ્બીર ભાઈ વ્હોરા ગોલ્ડન ટ્રાન્સપોર્ટ , મુકેશ ભાઈ ઠક્કર , વિરાટ મહેતા એ આ કપરી પરિસ્થિતી માં સંસ્થાને સહયોગ આપ્યો હતો …તેવી જ રીતે સંસ્થાના સેવાકીય વાહનોના પેટ્રોલ ડીઝલ માટે શબ્બીર ભાઈ વ્હોરાએ સંસ્થા ને સહયોગ આપ્યો હતો તો કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ હેમંત ભાઈ શાહ તરફ થી ગરીબો માટે 250ફૂડ પેકેટ અને કોસ્ટગાર્ડના અધિકારી ચેતન ભાઈ તરફ થી 10 દિવસ ચાલે એટલી જીવન વપરાશ ની રાશનકીટ નું પણ વિતરણ કરાયું હતું.
લૉક ડાઉન ના પ્રારંભથી જ જન સેવા દ્વારા ઓસવાલ શેરી મિત્ર મંડલના સહયોગથી દરરોજ બપોરે અને સાંજે શહેરના જરૂરતમંદ પરિવારોને એક માસ સુધી 30 ટિફિન પહોંચાડાયા હતા તો મુન્દ્રા શહેરના સાઈ જનરલ સ્ટોરના હાર્દિક ભાઈ ઠક્કર તરફ થી દરરોજ સાંજે 50 કિલ્લો દેશી ઘી યુકત ખીચડી ગરીબોના ઝુંપડે જઈ પીરસવા માં આવી હતી તે ઉપરાંત દર ગુરુવારે દાતા પાર્થ ભાઈ ઠક્કર તરફ થી ગરીબો ને ખીચડી પીરસવામાં આવી હતી.
અમેરિકા સ્થિત ભુજપરના રમેશ ભાઈ દેઢિયા તરફ થી 500 કિલ્લો ઘઉં જન સેવાને આપતા જરૂરત મંદ લોકો માં વિતરીત કરાયા હતા મુન્દ્રાની યશ એન્ટર પ્રાઇઝ ના સુલતાન ભાઈ તુર્ક તરફ થી 300 કિલ્લો ચોખા પણ જરૂરત મંદ લોકો માં વિતરીત કરાયા હતા ..લૉક ડાઉન ની વિકટ પરિસ્થિતીમાં મુન્દ્રા એપીએમસી ના ચેરમેન મહેન્દ્ર સિંહ જાડેજા અને માર્કેટ યાર્ડ ના તમામ વેપારીઓના સહયોગથી જન સેવા દ્વારા 1500 કિલ્લો શાકભાજી શહેરી અને ગરીબ વિસ્તારના લોકો માં વિતરીત કરાઈ હતી આ સેવાકીય કરી દરમ્યાન મુન્દ્રા ના મામલતદાર પી એસ વાઘેલા એ જન સેવાની મુલાકાત લઈ સેવાકીય પ્રવ્રૂતિ નું નિરીક્ષણ કર્યું હતું .તેમજ જિલ્લા પંચાયત ના શિક્ષણ સમિતિના ચેરમેન છાયા બેન ગઢવી અને પી એસ આઇ પી કે લિંબાચીયા એ જન સેવાના માધ્યમ થી ગરીબો ને ભોજન પીરસ્યું હતું.
જન સેવાને મુન્દ્રા તાલુકા વહીવટી તંત્ર દ્વારા 10 દિવસ ચાલે એટલી ભરપેટ રાશનકીટ અર્પણ કરાઈ હતી સંસ્થા ના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી કે જી ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શનથી મામલતદાર પી એસ વાઘેલા અને નાયબ મામલતદાર યશોધરભાઈ જોષી એ કીટ આપી હતી આ 50 રાશનકિટો માંથી 20 કિટો દુર્ગમ વિસ્તારની ગરીબ વસાહતોમાં અને 30 કિટો શહેરમાં જરૂરતમંદ પરિવારને વિતરીત કરાઈ હતી
મુન્દ્રા ની રામાપીર ટ્રેડર્સ ના વસંત ભાઈ ગડા તરફ થી પાંચ દિવસ ચાલે એટલી 30 રાશનકિટો ઉપરાંત મુન્દ્રા અદાણી ગ્રુપ ના સિનિયર મેનેજર સમીર ભાઈ વારીયર લૉક ડાઉન દરમ્યાન જન સેવા સાથે ચાલી ભૂખ્યા લોકોને ભોજન પીરસ્યું હતું મૂળ કચ્છ ના હાલ કેન્યા રહેતાં મિલન માવજી રામૈયા એ જન સેવા ના માધ્યમ થી હાલની વિકટ પરિસ્થિતી માં ભૂખ્યા ને ભોજન આપવાનો પણ સહયોગ આપ્યો હતો અદાણી પોર્ટ વેસ્ટ બેસિન અને CREW ના કર્મચારીઓ ના આર્થિક સહયોગ થી લૉક દરમ્યાન 200 કિલ્લો ખારીભાત ગરીબ વસાહતના 800લોકો ને પીરસાયા હતા એ ગ્રુપ ના શિવલાલભાઈ રોશીયા અને પ્રભાતસિંહ જાડેજા અને તેમના મિત્ર વર્તુળ નો સહયોગ રહ્યો હતો હાલ ની તીવ્ર ગરમી માં શહેર ના ઉપેન્દ્ર ગાલા એ ઠંડી છાશ ના 60 પેકેટ ગરીબો માટે આપ્યા હતા આ સાથે બપોરે અને સાંજે 200 જેટલા ગુજરાતી ટિફિન ગ્રાન્ડ ઉમિયાજી હોટલના સહયોગ થી પહોંચતા કરાયા હતા
તો શહેરના 1જેટલા પરિવારો ખૂબ કફોડી હાલત માં હોવાનું જાણવા મળતા જન સેવા એ મુન્દ્રા તાલુકા તલાટી એસોશિએશન ના નીલકંઠ ભાઈ ગોસ્વામી અને રૂતૂરાજસિંહ ગોહિલ પાસે વિનંતી કરતાં એક સપ્તાહ ચાલે એટલી રાશનકીટ ની વ્યવસ્થા પણ કરાઈ હતી અને સંસ્થાના માધ્યમ થી એ જરૂરત મંદ પરિવારો ને રાશન પહોંચ્યું હતું લૉક ડાઉન ના 2તબક્કા પૂર્ણ થઈ રહ્યા છે અને ત્રીજા તબક્કા માં પણ જન સેવા ની સેવાકીય પ્રવ્રૂતિ ચાલુ રહેશે એવું સંસ્થા ના રાજ સંઘવી એ જણાવ્યું હતું આ સેવાકીય કાર્યમાં સંસ્થા ના અસલમ માન્જોઠી , હરેશ માલમ , દેવજી જોગી , લખમશી કોલી સતત જહેમત ઉઠાવી રહ્યા છે.