ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ લોકડાઉનની મર્યાદા વધવાની સાથે સાથે લોકોની ધીરજ ખૂટી રહી છે ત્યારે કચ્છમાં આવેલી એક લેબર કોલોનીમાં પોલીસની હાજરીમાં પાઇપો અને લાકડીઓ ઉડી હતી કચ્છની સાંધીપુરમ લેબર કોલોનીમાં શનિવારે લોકડાઉનમાં વતનમાં જવાને મામલે બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને થોડી ક્ષણોમાં જ પોલીસની હાજરી વચ્ચે લોકો એકબીજાને લોખંડની પાઇપો તથા લાકડીઓ વડે મારવા લાગ્યા હતા. સમગ્ર ઘટના અંગેનો વિડિઓ વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી.
કચ્છનાં અબડાસા તાલુકામાં આવેલી સાંધીપુરમ લેબર કોલોનીમાં લોકડાઉનમાં વતનમાં જવાને મામલે મોટો ડખો થઈ ગયો હતો જેમાં બે જૂથના લોકો હાથમાં લાકડીઓ તથા પાઇપો લઈને એકબીજાને મારવા લાગ્યા હતા જેમાં ચારેક વ્યક્તિને ઇજાઓ પણ પહોંચી હતી સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં જ બની હોવાનું વાઇરલ થયેલા વિડીઓમાં જોવા મળી રહ્યું હતું જૂથ અથડામણની ઘટનાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસનાં વાયોર પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ ઘટનાનો વિડિઓ વાયરલ થતા જિલ્લાની અન્ય જગ્યાએ અન્ય રાજ્યના મજૂરો બાખડી ન પડે તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.