Home Current નર્મદા મુદ્દે તારાચંદ છેડાના વડાપ્રધાનને લખેલા પત્રએ કચ્છના નપાણીયા નેતાઓને ખુલ્લા પાડ્યા

નર્મદા મુદ્દે તારાચંદ છેડાના વડાપ્રધાનને લખેલા પત્રએ કચ્છના નપાણીયા નેતાઓને ખુલ્લા પાડ્યા

1220
SHARE
નમામી દેવી નર્મદે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનુ નામ આવે ત્યારે કચ્છ અચુક યાદ આવે કેમકે પાણી માટે કચ્છના લોકોએ ઘણો સંધર્ષ કર્યો છે અને આટલા વર્ષો પછી પણ સંપુર્ણ કચ્છ નર્મદાથી વંચીત છે તે પણ વાસ્તવિક્તા છે જો કે નર્મદાના આ પ્રાણપ્રશ્ર્ને કચ્છના પુર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડાએ વડાપ્રધાનને લખેલા પત્રએ કચ્છમાં ફરી કોરોના સાથે નર્મદાના પાણીને પણ ચર્ચામાં લાવી દીધુ છે. જો કે તારાચંદ છેડાના પત્રથી ભાજપમાં બે તડા પડ્યા છે ત્યાં કોગ્રેસે ભાજપના નેતાને ખુલ્લા સમર્થન સાથે લડતમાં સાથે રહેવાનુ જાહેર નિવેદન આપ્યુ છે આ ચર્ચા અને રાજકારણ કચ્છને નર્મદા મુદ્દે કેટલો ફાયદો કરાવશે તે તો સમય કહેશે પરંતુ ભાજપના નેતાઓના નિવેદનથી એટલુ ચોક્કસ સામે આવ્યુ છે કે તારાચંદ છેડાના પત્રએ કચ્છના નપાણીયા નેતાઓને ખુલ્લા પાડી દીધા છે.

નિમાબેને તો હદ્દ કરી, બીજા નેતાઓ નરોવા-કુંજરોવા

સરકારમાં હોવા છંતા પ્રજા પ્રશ્ર્ને બોલવા માટે પુર્વ ધારાસભ્ય તારાચંદ છેડા પ્રખ્યાત છે જો કે આંનદીબેન સરકારના નામ ઉલ્લેખ સાથે લખાયેલા પત્રથી ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેમાં સૌથી ચર્ચીત નિવેદન ધારાસભ્ય નિમાબેને આપ્યુ છે તારાચંદ છેડાની પત્રરૂપી રજુઆતને તેઓએ ઢંઢેરો ગણાવી ખુલ્લેઆમ વિરોધ કર્યો છે હા એ વાત અલગ છે કે મહિલા ધારાસભ્ય હોવા છંતા તેઓ વિવાદોથી દુર રહી સહજાનંદ કોલેજના પ્રકરણ સમયે મૌન રહ્યા હતા. પરંતુ હવે જ્યારે કોઇએ કચ્છની ચિંતા કરી છે ત્યારે તેઓ આવા પત્રની પધ્ધતીને ખોટી ગણાવી રહ્યા છે ધારાસભ્ય નિમાબેન, ચુંટાયેલા પ્રતિનીધીનુ કામજ આ છે જે તારાચંદ છેડાએ કર્યુ છે. તો ભાજપના અન્ય ધારાસભ્ય-સાંસદે નર્મદા મામલે તેઓએ પણ સમંયાતરે રજુઆત કરી હોવા સાથે ગુજરાત સરકારની પ્રશંસા કરી સરકારના વ્હાલા થવાનો પ્રયત્ન કર્યો હતો હા કોઈએ એ વાતમાં સુર ન પુરાવ્યો કે કચ્છમાં નર્મદાના કામમાં વિલંબ થઈ રહ્યો છે તે વાત સાચી છે તેમાંય નિમાબેનના નિવેદન મામલે ભાજપના જ કેટલાક કાર્યક્રરોએ તેનો જાહેર વિરોધ કર્યો છે તો માંડવીના ધારાસભ્ય કચ્છમાં ક્લસ્ટર પાર્ક સ્થાપવા માટે મથી રહ્યા છે પણ તેમના વિસ્તારમાં નર્મદાના પાણી માટે તેઓ પણ ખુલી ને સામે નથી આવ્યા સરકારમાંથી પ્રજાના કામ મંજુર કરાવી ઉપકાર કર્યાનો ઢંઢેરો પીટતા નેતા કે અગ્રણીઓ કેમ સરકારની નાકામી સામે કાંઈ બોલી કે લખી શકતા નથી એ પણ હકીકત છે

પત્રમાં આનંદીબેનની ચર્ચાથી વાત ગાંધીનગર સુધી પહોચી

નર્મદા મુદ્દે તારાચંદ છેડાએ લખેલા પત્રમાં જે ફરીયાદ અને સુચનો છે તે તમામ યોગ્ય છે તેવુ બુધ્ધીજીવી વર્ગ માને છે પરંતુ ગુજરાત અને કચ્છના રાજકારણમાં ચર્ચા આંનદીબેન સરકારમાં થયેલા કામો અંગે પત્રમાં થયેલા વખાણની છે અને કાદચ તે મુદ્દે જ ભાજપમાં બે તડા પડ્યા છે તેવુ ચર્ચાય છે. તો વડાપ્રધાનને લખાયેલા પત્રમાં તારાચંદ છેડા દ્વારા પણ ઇરાદા પુર્વક આંનદીબેન સરકારે કરેલા નર્મદાના કામોની પ્રસંશા કરાઇ હોય તેવી ચર્ચા છે અને તેથીજ વિવિધ ધારાસભ્યોએ તેમના માનીતા નેતાઓ નારાજ ન થાય તે રીતે નિવેદનો આપવાનુ મન બનાવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
કચ્છને વધારાનુ એક મીલિયન ફીટ પાણી મળે તે માટેના આયોજન અને જાહેરાતો અનેકવાર થઇ છે પરંતુ તેનુ કામ ગોકળગાય ગતીએ આગળ વધી રહ્યુ છે તે વાસ્તવિક્તા છે અને તેનુ કારણ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે જેનો ઉલ્લેખ પુર્વ ધારાસભ્યએ વડાપ્રધાનને લખેલા પત્રમાં કરતા ફરી કચ્છમાં નર્મદા મુદ્દે રાજકારણ ગરમાયુ છે જો કે અત્યારે તો માત્ર નર્મદા મુદ્દે રાજકારણ ચાલી રહ્યુ છે પરંતુ તમામ રાજકીય પાર્ટીઓએ એક થઇ આ મુદ્દે કચ્છને લાભ મળે તે દિશામાં પણ વિચારવુ જોઇએ આપને શું માનો છો?