Home Current કચ્છમાં પણ દેખાઇ નિર્સગ વાવાઝોડાની અસર ક્યાંક ભારે પવન ક્યાંક ધોધમાર વરસાદ

કચ્છમાં પણ દેખાઇ નિર્સગ વાવાઝોડાની અસર ક્યાંક ભારે પવન ક્યાંક ધોધમાર વરસાદ

240
SHARE
દક્ષીણ ગુજરાતમાં ત્રાટકવાનુ હતુ તે વાવાઝોટુ મુંબઇના દરીયે ટકરાતા ગુજરાત માટે મોટી રાહત સર્જાઇ હતી જો કે ગુજરાતના વિવિધ વિસ્તારો સાથે કચ્છમાં વાવાઝોડાની અસર વર્તાઇ હતી આમતો વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલાયુ હતુ ત્યારે કચ્છમાં વાતાવરણ સામાન્ય હતુ પરંતુ બુધવારે બપોરે ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણ પલટાયુ હતુ અને કચ્છના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા ભય સર્જાયો હતો જો કે કોઇ જગ્યાએ મોટી જાનહાની સર્જાઇ ન હતી પરંતુ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો તો ભુજના એરફોર્સ પાસેના સર્કલ પાસે ભારે પવનથી વેલકમ બોર્ડ પડી જતા વાહનના ચાલકને ઇજા પહોચી હતી તો ભારાપર સહિત કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધારાસાઇ થતા જનજીવન પર તેની અસર પહોચી હતી.
ભુજ તાલુકાના સુખપર માનકુવા બળદીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા પાણી વહી નિકળ્યા હતા.
અંજાર-આદિપુર વચ્ચે બનાવાયેલી હંગામી મેંગો માર્કેટમાં ભારે પવનની કારણે વિશાળ ડોમ તુટી પડ્યો હતો જો કે સદનશીબે મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છંતા કોઇ જાનહાની થઇ ન હતી ભચાઉ,ખાવડા તથા હાઇવે પર ધુળની ડમરીઓ ઉડતા વાહન વ્યવહાર પર અસર પહોચી હતી. તો ભારે પવનને કારણે લોકોમાં ભય પણ ફેલાયો હતો. ભુજના એરપોર્ટ સર્કલ નજીક પ્રવાસીઓને આવકારવા માટે બનાવાયેલ બોર્ડ ભારે પવનમાં પડ્યો હતો જે એક વાહન પર પડતા વાહન ચાલક ઘવાયો હતો. તો રાપર,ભચાઉ,ગાંધીધામ કંડલા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો એક સમયે કંડલા પોર્ટની કામગીરી થોડા સમય માટે રોકી દેવાઇ હતી. તો નખત્રાણા પંથકના કેટલાક વિસ્તારોમાં કરાનો વરસાદ પણ પડ્યો હતો જેને લઇને કેરીના પાકને નુકશાન જાય તેવી ખેડુતોને ચિંતા છે વરસાદના પગલે અનેક માર્ગો વૃક્ષ પડવાથી અવરોધાયા હતા. તો વેકરીયાના રણમાં પાણીથી રસ્તો બંધ થતા વાહનો માટીમાં ફસાયા હતાબે કાલક માટે અચાનક બદેલાયેલા વાતાવરણથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જનજીવન પર અસર થઇ હતી. જો કે અસહ્ય ગરમી અને પાણી માટે તરસતા કચ્છમાં વરસાદ વરસતા ધણા વિસ્તારોમાં લોકોએ તેનો આંનદ પણ લીધો હતો.