કચ્છમાં નર્મદાના ધીમા કામ મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી તારાચંદ છેડાએ કચ્છના અન્ય ચુંટાયેલા પ્રતિનીધી અને વર્તમાન ગુજરાત સરકાર પર નિશાન તાક્યા બાદ નર્મદા મુદ્દે કચ્છમાં અનેક નિવેદનો સામે આવ્યા છે ત્યારે આજે કચ્છ જીલ્લા ભારતીય કિસાનસંઘે પણ તેમના નિવેદનને સમર્થ આપવા સાથે જીલ્લા કલેકટરને વિવિધ સુચનો સાથેનુ આવેદનપત્ર આપ્યુ હતુ અને નર્મદાના વિલબીંત કામ માટે ખેડુતોની જમીન સંપાદનનો મુદ્દો ઉભો કરી ખેડુતોને આ મુદ્દે દોષી માનવા યોગ્ય નથી એવું જણાવી સરકાર ઇચ્છે તો આ મુદ્દો ઉકેલાઇ શકે તેમ છે બાકી રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ તો ચોક્કસ કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ અને સરકારમાં છે જ એવું જણાવ્યું હતું.
આવેદનમાં નર્મદાના કામમા ઝડપ લાવવા આપ્યા સુચનો
તારાચંદ છેડાના નિવેદન બાદ ભાજપના અન્ય ચુંટાયેલા પ્રતિનીધીએ જે નિવદનો આપ્યા તેનાથી વિપરીત આજે ખેડુતોએ આવેદન સાથે માધ્યમોને માહિતી આપતા જણાવ્યુ હતુ જેના મુદ્દા નિચે મુજબ છે.
કચ્છને જે નર્મદાનુ પાણી મળે છે તેનો પુરતો ઉપયોગ કચ્છમાં થવો જોઇએ અને વર્ષ 2020-21 માટે ફાળવાયેલ બજેટનો પુરો ઉપયોગ થવો જોઇએ
-2013માં જમીન સંપાદન અંગે કચેરીના નિર્ણય સામે જે વાંધા અરજીઓ છે તેની સત્તા સતામંડળોને સોંપવામાં આવી છે તો સંતામંડળ જ તેનુ કામ કરે તેની પ્રક્રિયામાં સરકાર ઝડપ કરે
-કચ્છ જીલ્લા માટે નહેરોના કામ પુર્ણ કરવા માટે એવોર્ડ જાહેર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે ત્યારે ખેડુતોમાં પર્વતતી ગેરમાન્યતા દુર કરી વિશ્ર્વાસનુ વાતવરણ ઉભુ થાય તો પ્રશ્ર્ન ઉકેલાય તેમ છે.
તો આ ઉપરાંત માધ્યમો સાથેની વાતમાં ચુંટાયેલા પ્રતિનીધીઓ ક્યા તળાવ ડેમ ભરવાના વચનો આપ્યા અને ક્યા ભરાયા તે દેખાડે તેવી વાત પણ ખેડુતોએ કરી હતી.
-તો તારાચંદ છેડા અંગે પુછાયેલા પ્રશ્ર્નોમાં તેઓએ તેમના નિવદનને સમર્થન આપવા સાથે બજેટ ફાળવણી છંતા કામ થતુ નથી તે ઇચ્છાશક્તિનો અભાવ હોવાનું જણાવીને કચ્છના અન્ય ધારાસભ્યો ખેડુતોને દોષી ન માને એવું કહ્યું હતું
-નર્મદાએ માત્ર કચ્છના ખેડુતોનો જ નહી પરંતુ સમગ્ર કચ્છનો પ્રશ્ર્ન છે ત્યારે જે વિસ્તાર માટે આખી યોજના બની તે વિસ્તારમાંજ જો નર્મદાનુ પુરતુ પાણી ન મળે બજેટ મુજબ ઝડપથી કામ ન થાય તે કેટલુ યોગ્ય ગણાય?
કચ્છ ભાજપનાજ પીઢ આગેવાને કરેલા પત્ર વ્યવહાર પછી ફરી ચર્ચામાં આવેલા નર્મદાના મુદ્દે ભલે ભાજપનાજ ધારાસભ્ય સાંસદ તેમના જુના સાથીઑ તેમની સાથે સરકારની શરમે ન રહ્યા હોય પરંતુ કિસાનોએ નર્મદા મુદ્દે સરકારને સુચનો સાથે ઝડપથી કામ પુર્ણ કરવા ટકોર કરતા સુચનો આવેદનપત્ર રૂપે આપ્યા છે જે પરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ તો ચોક્કસ છે જે સરકારે ભલે કરોડોનુ બજેટ ફાળવ્યુ પરંતુ તેનુ કામ ઝડપથી થાય તે જોવાનુ કામ તો ચોક્કસ કચ્છના ચુંટાયેલા તમામ ધારાસભ્યોનુ છે જો કે ખેડુતોના આવેદનથી તો સ્પષ્ટ થાય છે કે ઇચ્છાશક્તિનો અભાવ તો છે જ તે ભલે અધિકારીઓનો હોય કે ચુંટાયેલા પ્રતિનીધી કે પછી સરકારનો હોય.