Home Current બીજી દિવસે પણ મેઘાની કચ્છમાં જમાવટ : પુર્વ કચ્છમાં ધમાકેદાર એન્ટ્રી સાથે...

બીજી દિવસે પણ મેઘાની કચ્છમાં જમાવટ : પુર્વ કચ્છમાં ધમાકેદાર એન્ટ્રી સાથે સાર્વત્રિક વરસાદ

675
SHARE
કચ્છમાં સતત બીજા દિવસે પણ વરસાદે જમાવટ કરી હતી અને જાણે ચોમાસાના વિધીવત મંડાણ થયા હોય તે રીતે કચ્છના ગાંધીધામ,અંજાર આદિપુર,ભચાઉ સામખીયાળી સહિતના વિસ્તારોમાં સવારથીજ વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે મન મુકીને વરસાદ વરસ્યો હતો ખાસ કરીને ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અનેક સ્થાનીક નદીઓમાં પાણીની આવક થઇ હતી તો બીજી તરફ ભચાઉના પશુડા અને આધોઇ આસપાસના ગામોમાં સતત વરસાદથી સ્થાનીક નદીઓ બે કાંઠે વહી હતી જેને કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો આધોઇ -હલરા વચ્ચેની નદીના પાણીનો પ્રવાહ શરૂ થતા આસપાસના 6થી વધુ ગામો તરફ જવાનો માર્ગ બંધ થયો હતો બીજી તરફ અંજારના મોડસર ગામની નદીનો પ્રવાહ પણ બન્ને કાંઠે વહ્યો હતો તો શિણાય સહિત અનેક ગામડાઓમાં વરસાદની એન્ટ્રી થઇ હતી.

પચ્છિમ કચ્છના ભુજમાં સાંજે એન્ટ્રી

જે રીતે પુર્વ કચ્છના વાગડ પંથક અને અંજાર-ગાંધીધામ વિસ્તારમાં સવારથી સતત વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડ્યો તે રીતે સવારે મુન્દ્રા વિસ્તારમાં પણ કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો હતો. તો બપોર બાદ ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી હતી. જેમાં માધાપર-કોટડા ચક્કાર સુખપર,થરાવડા સહિત વિવિધ ગામોમાં વરસાદ પડ્યો હતો તો પાવરપટ્ટીના ગામોમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા થોડા વરસાદમાંજ ભુજના મુખ્ય રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા.
કચ્છમાં એક તરફ કેરીની સીઝન હોતા ખેડુતો માટે આ વરસાદ મુશ્કેલી લઇને આવ્યો છે પરંતુ બીજી તરફ પશુઓ અને ચોમાસુ પાકનુ વાવેતર કરવા માંગતા ખેડુતોમાં આ વરસાદથી ખુશી ફેલાઇ છે સતત બે દિવસ વરસાદ બાદ હજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વધુ વરસાદની હવામાન વિભાગે આગીહી કરી છે જો કે કોરોના વચ્ચે પણ પાણી તરસ્યા કચ્છમાં વરસાદ પડતા લોકોએ મનમુકીને તેની મઝા માણી હતી ડિઝાસ્ટર વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગાંધીધામ-અબડાસામાં દોઢ ઇંચ જ્યારે ભુજ અને અંજારમાં પોણા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.