જયેશ શાહ . ગાંધીધામ : જયંતિ ભાનુશાળી મર્ડર કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીની નિયમિત જામીન અરજી ભચાઉ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે કોર્ટને ગેરમાર્ગે દોરીને મનીષાએ પોતાના પતિની બીમારી અંગે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું કોર્ટે મનીષાના જામીન નામંજૂર કરીને ખોટું તબીબી પ્રમાણપત્ર આપનાર વાપીના ડોક્ટર સામે કાર્યવાહીનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
મનીષા ગોસ્વામી દ્વારા ગયા મે મહિનાની ૧૮મી તારીખે ભચાઉની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેમાં મનીષાએ વાપીમાં રહેતા તેના પતિ ગજજુગિરી ગોસ્વામીને હાર્ટ તથા બીપીની ગંભીર બીમારી હોવાનું જણાવ્યું હતું પરંતુ કોર્ટે જામીન અરજી અને તેની સાથે રજુ કરવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ સહિતનાં દસ્તાવેજનું અવલોકન કર્યા પછી જામીન અરજી ફગાવી દીધી હતી કોર્ટે દસ્તાવેજી પુરવામાં મહત્વનું એવું મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું જણાવીને વાપીના ડોક્ટર સુનિલ સામે પણ કાર્યવાહી કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો કોર્ટ દ્વારા બે દિવસ પહેલા જ શનિવારે આ હુકમ થયો હતો પરંતુ મનીષા આણી મંડળી દ્વારા શામ, દામ અને દંડ ભેદનો ઉપયોગ કરીને આ જામીન અરજી નકારવાનાં ઓર્ડર અંગેની માહિતી બહાર ન આવે તે માટે પૂરતી તકેદારી લીધી હતી.
અરજી અને સર્ટીની તારીખ એક જ હોવાથી કોર્ટને શંકા ગયેલી
મનીષાએ 12મી મે ના રોજ ભચાઉ કોર્ટમાં જામીન અરજી કરી હતી એ જ તારીખનું વાપીના ડોક્ટર સુનિલ સકશેનાનું મેડિકલ સર્ટિફિકેટ રજુ કર્યું હતું એટલે કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ જ જામીન અરજીમાં ગરબડ લાગતા પોલીસને તપાસ કરવાનો હુકમ કર્યો હતો પોલીસે વાપીમાં તબીબ સકશેનાની તપાસ કરીને નિવેદન લીધું હતુઁ જેમાં ડોક્ટરે કબુલ્યું કે, મનીષાનો પતિ બારમી મે ના રોજ અને તેની પત્નિ મનીષા જેલમાં હોવાને કારણે જામીન અરજી સંદર્ભે મેડિકલ સર્ટિફિકેટની જરૂર હોવાનું જણાવ્યું હતું આથી તેમણે સર્ટિફિકેટ આપ્યું હતું કોર્ટના ધ્યાન ઉપર આવતા અનુભવી જજ એમ.એફ.ખત્રીએ જામીન અરજી ફગાવીને તબીબ સામે પણ કાર્યવાહીનો હુકમ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ કેસનાં અન્ય મુખ્ય આરોપી એવા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતિ ઠક્કર ડુમરાવાળા પણ થોડા સમય પહેલા જામીન લઈ ચુક્યા છે.