Home Current કચ્છ સરહદે ચાઈનીઝ કંપનીને ભાગીદાર બનાવવા સામે પ્રદેશ કોંગ્રેસના મંત્રીએ કર્યો...

કચ્છ સરહદે ચાઈનીઝ કંપનીને ભાગીદાર બનાવવા સામે પ્રદેશ કોંગ્રેસના મંત્રીએ કર્યો વિરોધ : મુખ્યમંત્રીને લખ્યો પત્ર

1371
SHARE
કચ્છ સરહદે આવેલા ઉદ્યોગગૃહમાં ચાઈનીઝ કંપની દ્વારા ભાગીદારીની વાટાઘાટો ચાલી રહી હોવાના અહેવાલ સાથે પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ પોતાનો વિરોધ દર્શાવીને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે રવિન્દ્ર ત્રવાડી દ્વારા પત્રમાં કરાયેલી રજુઆત આ મુજબ છે.
પ્રતિ , વિજયભાઇ રૂપાણી સાહેબ ,
માનનીય મુખ્યમંત્રીશ્રી , ગુજરાત રાજ્ય ,
ગાંધીનગર
જય હિંદ સા થે નમસ્કાર , એક તરફ કોરોનાં મહામારી ને કારણે સામાન્ય જીવન મુશ્કેલી માં મુકાયું છે , રાજ્ય નાં ઉદ્યોગગૃહો પણ મંદીનાં માર વચ્ચે ફસાયા છે તેમજ પાણીની અછતની માર જિલતા કચ્છ જિલ્લાના હક માં નર્મદા ના પાણી કચ્છને આપવા માટેની રાજકીય ઇચ્છા શક્તિ રાજ્ય સરકાર પાસે નથી તેવું કચ્છ ભાજપના પીઢ નેતા જાહેર વક્તવ્યમાં કહેતા હોય ત્યારે એક ખુબજ અગત્ય નાં વિષય પર હું આપનું ધ્યાન દોરવા માંગુ છું , આપ જાણો છો એ મુજબ હાલના સમયમાં ચાઈના અને ભારત ના રાજકીય સંબધો મુશ્કેલ પરીસ્થીતી માંથી પસાર થઈ રહ્યા છે , ભારત નાં વડાપ્રધાનશ્રી પણ ” લોકલ માટે વોકલ ” ની વાત કરી ભારત દેશ ની અંદર ચાઇના નો વિદેશી માલ ની જગ્યાએ સ્વદેશી માલ ખરીદવા ની પ્રેરણા વારંવાર આપી રહ્યાા છે . લદાખ અને સિક્કીમ માં ચાઇના નાં સૈનીકો ભારત નાં વિર સૈનીકો સામે બંદુક ખેંચી ને ઉભા છે નાં સમાચારો મિડીયા માં છવાયેલા છે તથા થૌડા દિવસો પહેલા જ કચ્છનાં વર્તમાનપત્રો નાં સમાચાર મુજબ કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાં ની સામે પાર પાકીસ્તાન ના સિંધ પ્રદેશ માં પણ મોટા પ્રમાણ માં ચાઇનીઝ કંપનીઓ ની હાજરી નોંધાયેલ છે ત્યારે શું આવા સંજોગો માં કચ્છ ના સીમાવર્તી વિસ્તાર ની આંતરરાષ્ટ્રીય બૉર્ડર ની સાવ નજીક કોઇ પણ કંપનીમાં ચાઇનીઝ કંપની ને ” ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ” ની સ્કીમ નાં બહાના હેઠળ ભાગીદાર બનાવી ચાઇનીઝ લોકોને ભારત ની પાકીસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પાસે વસવાટ કરવાની કે ધંધો કરવાની પરવાનગી આપવી યોગ્ય ગણાય ? સાહેબ અમોને મળેલ ઓચર્યજનક માહિતી મુજબ કચ્છ ના સીમાવર્તી વિસ્તાર માં આવેલ એક કેમીકલ ઉત્પાદન કરતી કંપની માં કચ્છ નાં જ એક મોટા ગજાનાં રાજકારણીની દરમીયાનગીરીથી ચાઇનાની કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ લઈ આવવાની પ્રક્રીયા શરુ કરાયેલ છે . મુળ કચ્છ જિલ્લા બહારના આ રાજકીય અગ્રણી પાસે કચ્છનાં અલગ – અલગ મતક્ષેત્રો માંથી અલગ – અલગ પાર્ટીનાં ચિહ્નો પર ચૂંટાઇને પોતાના ધંધા – કા રબાર ને ધિકતો રાખવાનો બહોળો અનુભવ છે આ અનુભવના આધારે તેઓ દ્વારા ચાઇના ની કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ લાવી આ ઉદ્યોગોની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા લાખો એકર જમીન પર ચાઇનો નો હક – હિસ્સો કરી આપવા માટે નાં પ્રયત્નો કરતા હૌય અને તે માહિતી જો સાચી હોય તો શું આ એક ભા રત માતાના સાર્વભૌમત્વ પર ખતરા રૂપ બાબત ન કહી શકાય ?આ બાબત પરની શંકા કરવાની ઇચ્છા એટલા માટે થઈ કે મારા દ્વારા ગત તા . ૦૮/૦૫/૨૦૨૦ નાં કચ્છ કલેક્ટરશ્રીની કચેરી પાસે આ બાબતે “ રાઇટ ટુ ઇન્ફોર્મેશન ” અંતર્ગત અરજી કરી આ બાબતે માહીતી મંગાયેલ જેનો પ્રત્યુત્તર માં કલેક્ટર કચેરી દ્વારા “ આવી કોઇ બાબત વિચારણામાં નથી ” જેવો સ્પષ્ટ જવાબ આપવા ને બદલે ” આ માહીતી પ્રથા સ્વરુપે પુછાયેલ છે માટે માહીતી નહીં આપી શકાય * જેવો જવાબ મળ્યો જેથી અમોને લાગે છે કે દાળ માં કયાં ક કાળુ છે ” , ઉપરોકત બાબતને આપ સાહેબ દ્વારા ગંભીરતાથી લઈ ભારત અને પાકીસ્તાનની કચ્છ આંતરરાષ્ટ્રીય સીમા નજીક ની કોઇ પણ ઉદ્યોગગૃહો ની માલીકી માં ચાઇનાની કોઇ પણ કંપનીને ભાગીદારી ન અપાય તે કરશો તો ભારત માતાના હિતોને નુક્સાન થતું હોય તો પણ આંખ આડા કાન કરીને માત્ર પોતાના પરીવારના વ્યવસાયીક હિતોને ધ્યાન આપતા રાજકીય અગ્રણીઓની હિલચાલ પર પણ રોક આવશે . આભાર સહ .. રવીન્દ્ર ત્રવાડી