Home Current ભુજ સ્વામીનારાયણ મંદિરમાં નિકળ્યો સાપ પછી શુ થયું?

ભુજ સ્વામીનારાયણ મંદિરમાં નિકળ્યો સાપ પછી શુ થયું?

3545
SHARE
લાંબા લોકડાઉન પછી ભુજ સ્વામીનારાયણ મંદિર ફરી ભક્તોની ભીડથી ધમધમતુ થયુ છે જો કે આજે ભુજ સ્વામીનારાયણ બહેનોના મંદિર નજીક અચાનક સાપ આવી જતા ભક્તો અને મહિલા સાંખ્યયોગી બહેનોમાં દોડધામ મચી ગઇ હતી ભક્તોએ પણ સાપને પકડવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ કમાન અંતે ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતોએ સંભાળી હતી સ્વામી દેવપ્રકાશ,સ્વામી સુખદેવ સ્વરૂપ સ્વામી અને ઘનશ્યામ પ્રીયદાસજીએ સાપને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા અને લાંબી જહેમત બાદ સાપને પકડી પાડ્યો હતો સંતોને આ રીતે સાપને પકડતા જોઇ સૌ રોમાંચીત થયા હતા ઘનશ્યામપ્રીય દાસજીએ સાપને પકડી તેને સુરક્ષીત સ્થળે મુકી દીધો હતો જો કે સોશીયલ મિડીયામાં દેશ-વિદેશ સુધી સંત દ્વારા સાપને પકડાતો આ વિડીયો પહોચ્યો હતો.