Home Crime અંજારમાં બુટલેગરનો લોકડાઉન વચ્ચે છુટછાટનો પ્રયાસ પોલિસે નિષ્ફળ બનાવ્યો લાખોનો દારૂ જબ્બે

અંજારમાં બુટલેગરનો લોકડાઉન વચ્ચે છુટછાટનો પ્રયાસ પોલિસે નિષ્ફળ બનાવ્યો લાખોનો દારૂ જબ્બે

479
SHARE
કોરોના જેવી મહામારી અને લોકડાઉન વચ્ચે પણ કચ્છમાં દારૂની હેરફેર અવીરત ચાલુ છે પુર્વ કચ્છ હોય કે પચ્છિમ કચ્છ અનેક વિસ્તારોમાંથી પોલિસે દારૂના મોટા જથ્થા સાથે આરોપીઓને દબોચ્યા છે ત્યારે આજે અંજારમાં લોકડાઉનની છૂટછાટ વચ્ચે દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનાર આરોપીના મનસુબા પર પોલિસે પાણી ફેરવી નાંખ્યુ છે. અંજારના મેઘપર કુંભારડી શ્યામનગરમાં રહેણાકના મકાનમાંથી પોલિસે લાખો રૂપીયાનો દારૂ કબ્જે કર્યો છે પોલિસે દરોડા દરમ્યાન મેકડોવેલ્સ,રોયલ સ્ટાઇલ,બ્લુ મુન અને બ્યુ સ્કાય જેવી બ્રાન્ડની 394 બોટલ કબ્જે કરી છે જેની કિંમત 1.39  લાખ થાય છે. જો કે પોલિસે કરેલી કાર્યવાહીમાં પ્રફુલ કાનજી ચાવડા પોલિસની ગીરફ્તમાં આવ્યો નથી જેને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે લોકડાઉન વચ્ચે પણ દારૂની હેરફેર અવીરત ચાલુ છે ત્યારે અંજારમાં દારૂની વધુ હેરફેર થાય તે પહેલાજ પોલિસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે જો કે મોટાભાગના કિસ્સાઓમાં થતુ હોય તેમ આરોપી પોલિસને હાથતાળી આપી ફરાર થઇ ગયો છે.