Home Crime ભુજના નાગોર પાસેથી ઝડપાયેલો અકરમ હિથીયારનો સોદાગર નિકળ્યો LCB એ વધુ 6...

ભુજના નાગોર પાસેથી ઝડપાયેલો અકરમ હિથીયારનો સોદાગર નિકળ્યો LCB એ વધુ 6 હથિયાર સાથે 3 ને ઝડપ્યા

1647
SHARE
8 તારીખે ભુજના નાગોર રોડ પરથી એલ.સી.બી એ આધુનીક હથિયાર,કાર અને શિકાર કરેલી ઢેલના મૃતદેહ સાથે ઝડપેલા અકરમ અને તેના મિત્રના કિસ્સામાં એલ.સી.બીને તપાસ દરમ્યાન વધુ એક મહત્વની સફળતા મળી છે. અકરમ થેબાની પુછપરછમાં તેને ગેરકાયદેસર હથિયાર આપનાર અમદાવાદ બોડકદેવમાં ગન શોપ ધરાવતા તરૂણ દેવપ્રકાશ ગુપ્તાને પોલિસે ઝડપી પાડ્યો છે સાથે-સાથે અકરમની પુછપરછમાં તેણે અન્ય વ્યક્તિઓને પણ આવીજ રીતે ગેરકાયદેસર હથિયારો મેળવી આપ્યાનુ ખુલ્યુ છે આમ આધુનીક હથિયારોનુ સુનીયોજીત કારસ્તાન એલ.સી.એ ખુલ્લુ પાડ્યુ છે આજે 3 શખ્સોની એલ.સી.બીએ ધરપકડ કરી છે અને વધુ 6 હથિયારો પણ એલ.સી.બીએ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકરમ થેબા હથિયારનો સોદાગર નિકળ્યો

શિકારી પ્રવૃતિ સાથે ગેરકાયેદસર હથિયાર મળવાના કેસમાં પોલિસને પ્રથમથીજ સ્પોટીંગ રાઇફલ મળતા મામલો ગંભીર લાગ્યો હતો અને તેથીજ પોલિસે અકરમ ઉર્ફે શિકારી અજીમ થેબાની ઉંડાણ પુર્વક તપાસ કરી હતી જેમાં રીમાન્ડ દરમ્યાન તેની પુછપરછ કરતા અમદાવાદની ગન શોપમાંથી આ હથિયારો મેળવ્યા હોવાનુ ખુલ્યુ હતુ સાથે તેની પુછપરછમાં અકરમે જણાવ્યુ હતુ કે આવીજ રીતે ગેરકાયદેસર હથિયાર તેણે સુલેમાનસા ઉર્ફે બાબા મામદસા શેખ રહેવાસી અંજાર તથા મુસ્તફા ઉર્ફે સદામ ગુલામસા શેખ રહેવાસી આદિપુર વાળાને આપ્યું હોવાની કબુલાત કરી હતી જેથી એલ.સી.બીએ તેની પણ હથિયાર સાથે ઘરપકડ કરી છે. આજે 3 શખ્સો પાસેથી એલ.સી.બીએ 2 સિંગલ બેરલ બારબોર રાઇફલ,1 સ્પોટીંગ રાઇફલ 1 પંપ એક્સન રાઇફલ ,1 ડબલ બેરલ બારબોર રાઇફલ તથા એક સ્ટાટર કબ્જે કર્યુ છે અને વધુ કેટલા લોકોને હથિયારો આપ્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી કોવીડ ટેસ્ટ તથા રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
કચ્છમાં ઘાતક હાથ બનાવટના હથિયારો તથા તેની ફેક્ટરી મળવી એ કોઇ નવી વાત નથી પરંતુ મોટી માત્રામાં ગેરકાયેદસર આધુનીક હથિયારોની સપ્લાય બોર્ડર જીલ્લા કચ્છ માટે ઘાતક છે માસ્ટર માઇન્ડ અકરમની પુછપરછ પછી તેના સાગરીતો સાથે આ કિસ્સામાં હજુ વધુ નવા નામો ખુલે તેવી શક્યતા છે પરંતુ જે હથિયારો કબ્જે કરાયા છે તે પણ ખુબ ચીંતાજનક બાબત છે ત્યારે આવા કિસ્સાની ઉંડાણ પુર્વકની તપાસ થાય તે જરૂરી છે.