Home Current વધુ એક ગટરલાઇન ભુજમાં ધબાય નમ : કરોડોના ખર્ચ પછી પણ ભુજને...

વધુ એક ગટરલાઇન ભુજમાં ધબાય નમ : કરોડોના ખર્ચ પછી પણ ભુજને ક્યારે મળશે ગટર સમસ્યાથી છુટકારો?

473
SHARE
ભુજ નગરપાલિકાના ભ્રષ્ટ અભીગમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભુજના અલગ-અલગ વિસ્તારોમાં ગટરની લાઇન બેસી જવાની ઘટનાઓ બની રહી છે અને તેના કારણે લાંબા સમય સુધી લોકોને મુશ્કેલી અને બિમારીના ડર વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના પોશ કહી શકાય તેવા વિસ્તારો પણ આ ગટરની સમસ્યાથી બાકાત રહ્યા નથી ત્યારે આજે ફરી ભુજના લેવાપટેલ હોસ્પિટલ થી પ્રમુખ સ્વામી નગર તરફ જતા રસ્તા પર એક લાઇન તુટી જતા ભારે હાલાકી સર્જાઇ હતી અને ગટરના પાણી નદીની જેમ વહી છેક મામલતદાર કચેરીના પ્રાંગણ સુધી પહોચ્યા હતા જો કે મોડે સુધી લાઇન ડેમેજ થવાનુ કારણ જાણી શકાયુ નથી કે બપોર સુધી પાલિકાની કોઇ ટીમ ત્યા રીપેરીંગ માટે પહોંચી ન હતી જો કે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો,હોસ્પિટલમાં આવતા લોકો અને સરકારી કામકાજ માટે આવતા લોકોને આ ગટરના પાણીથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બી.એસ.એન.એલની પ્રમુખ સ્વામીનગર રોડ સ્થિત કચેરીના તો મુખ્યદ્વાર નજીક જાણે ગટરનુ તળાવ ભરાઇ ગયુ હતુ.
નવી યોજનાના આયોજનમાં ઝડપ નહી અને રીપેરીંગમાં કરોડોનો ખર્ચ છતાં પણ સમયથી ભુજની આ સમસ્યા છે ભુજના અલગ-અલગ વિસ્તારોમાં આજ રીતે ગટર લાઇન બેસી જવાથી લોકોને પારાવાર મુશ્કેલી થઇ છે જો કે પાલિકાનુ એકજ રટણ હોય છે કે નવી યોજના માટે ગાંધીનગર પ્રક્રિયા ચાલુ છે પરંતુ અત્યાર સુધીના ખર્ચની વાત કરીએ તો પાલિકાએ 5 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાનુ આજની ઘટના બાદ પાલિકા પ્રમુખ લત્તાબેન સોંલકીએ જણાવ્યુ હતુ જો કે તે ખર્ચ કરતા વધુ ખર્ચે કરાયો છે પરંતુ એક સાંધો ત્યા તેર તુટે તેમ એક હજુ રીપેર ન થઇ હોય ત્યા ફરી અન્ય જગ્યાએ લાઇન બેસી જવાની ઘટનાઓ બની રહી છે જો કે ગટર લાઇન રીપેરીંગના ખર્ચમાં પણ ભ્રષ્ટાચારની અનેક ફરીયાદો થઇ છે પરંતુ લોકોની સમસ્યા દુર થઇ નથી.
વિપક્ષે કરેલા આક્ષેપો મુજબ પાંચ વર્ષમાં નગરપાલિકાના નિષ્ફળ શાસનના આમતો અનેક ઉદાહરણ છે પરંતુ પ્રાથમીક સુવિદ્યા ગણી શકાય તેવા ગટર નિયોજનમાં પ્રજાને સંતોષ આપવામાં પાલિકા સંદતર નિષ્ફળ રહી છે તે વાસ્તવીકતા છે. જો કે શહેરની ગંભીર સમસ્યા મામલે પાલિકાના વર્તમાન શાસકો પાસે અપેક્ષા રાખવી ખોટી ગણાશે પરંતુ હવે રાજકીય ઇચ્છાશક્તિ સાથે ભુજના ધારાસભ્ય આ મામલે કાઇ નક્કર કરે તે જરૂરી છે.