Home Social કોરોનાની મહામારી વચ્ચે પણ યુ.કેમાં કચ્છ -ગુજરાતની મહિલાઓએ મહેકાવી માનવતા..

કોરોનાની મહામારી વચ્ચે પણ યુ.કેમાં કચ્છ -ગુજરાતની મહિલાઓએ મહેકાવી માનવતા..

423
SHARE
કોરોનાની મહામારી વચ્ચે લંડનમાં ગુજરાતીઓ દ્વારા એક સરાહનીય કામ કરવામાં આવ્યું છે. યુ.કેમાં વસતી માધાપરની બહેનો દ્વારા સેન્ટ લ્યુક હૉસ્પાઇસના લાભાર્થે મીડ-ડે વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુજરાતી બહેનો દ્વારા દર વર્ષે મીડ-નાઈટ વૉક કરવામાં આવે છે, પણ આ વખતે કોરોનાના કારણે સખત પ્રતિબંધોના લીધે મીડ-ડે વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીને ધ્યાને રાખી 50થી વધુ ગુજરાતી બહેનોએ પિંક ડ્રેસમાં 37 ડિગ્રી તાપમાન વચ્ચે 5 માઈલનું વૉક કર્યું હતું. આ વૉકને હેરો કાઉન્સિલરના ભૂતપૂર્વ મેયર અજય મારું અને સેન્ટ લ્યૂકના માર્કે કોલ્મેટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ સામાજિક પ્રવૃત્તિથી 37 હજાર પાઉન્ડ એકઠાં કરવામાં આવ્યા હતા. જેને સેન્ટ લ્યૂક વતી હેનાહ રિચર્ડસર્નને સુપ્રત કરવામાં આવ્યા હતા ગુજરાતી બહેનોએ ચેરિટીમાં ખુલ્લા મને ડૉનેશન પણ આપ્યું હતું. આ મીડ-ડે વૉક સેન્ટ લ્યુક હૉસ્પાઇકના લાભાર્થે યોજાયું હતું. મીડ-ડે વૉકમાં મોટી સંખ્યા લોકો કોરોનાની મહામારી વચ્ચે પણ જોડાયા હતા. કચ્છ અને ગુજરાતની બહેનો દ્રારા વિદેશમાં રહીને પણ દર વર્ષે ચેરીટી કાર્યક્રમો આયોજીત કરાય છે. પરંતુ હાલ જ્યારે વૈશ્ર્વીક મહામારી ચાલી રહી છે. પરંતુ તે વચ્ચે પણ ચેરીટી માટે મીડ-ડે વોકનુ આયોજન કરી ચેરીટી માટે ફંટ એકઠુ કરાયુ હતુ.