સોશીયલ માધ્યમ અને યુટ્યુબ ચેનલ કલાકારો માટે સુંદર પ્લેટફોર્મ બની રહ્યું છે હવે કચ્છના કલાકારોને પણ પોતાનાં પરફોર્મન્સની દિશા મળી હોય તેમ લોકો સુધી પહોંચીને ચાહના મેળવી રહ્યા છે ભુજની બાળ કલાકાર અક્ષરા ચેતન ગોર પણ પોતાની “સ્તોત્ર ભક્તિ” ચેનલ પર ધાર્મિક સંસ્કૃતિ પ્રસ્તુત કરી રહી છે હાલમાં તેમના કંઠે ગવાયેલું શિવ તાંડવ તેમનાજ અભિનય સાથે રજૂ કરાયું છે જે ઉગતા બાળ કલાકારો માટે પ્રેરણા રૂપ કહી શકાય કચ્છના રમણીય લોકેશન પર શૂટિંગ થયેલી આ શિવ સ્તુતિ એક વાર નિહાળીને આવા ઉભરતા બાળ કલાકારોને પ્રોત્સાહન આપવું એ દરેક સંગીતપ્રેમીઓને અપીલ છે અક્ષરા ગોરનો વિડિયો નિહાળવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો
ભુજના જાણીતા સંગીતકાર મયુર સોની દ્વારા સોંગ રીલીઝ કરાયું
ભુજના મયુર સોનીએ પણ પોતાની યુટ્યુબ ચેનલ પર કચ્છના કલાકારોને લઈ ને “અધૂરી સી બાતેં”ના ટાઇટલ થી સોંગ રીલીઝ કર્યું છે આ ગીતમાં કચ્છી કલાકારો નો કંઠ અને અભિનય કચ્છના લોકેશન પર શૂટ કરાયા છે. આ સોંગ નિહાળવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો.