કચ્છમાં ખેતી-પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે. કચ્છની ખેતી આધુનીક સાથે વધુ વિકસી છે. તે રીતે કચ્છનુ દુધ ઉત્પાદન ક્ષેત્રે પણ મોટુ નામ થયુ છે. તેમાય સરહદ ડેરીની સ્થાપના સાથે કચ્છ કુરીયન તરીકે ઓળખાતા વલમજી હુંબલની રાહબારી હેઠળ કચ્છના દુધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસાયની નોંધ લેવાઇ છે અને તેથીજ કચ્છને પ્રથમવાર અમુલ ડેરીના સંચાલનમાં સ્થાન મળ્યુ છે તાજેરતમાંજ કચ્છ જીલ્લાના મહામંત્રી અને સરહદ ડેરીના લાંબા સમયથી ચેરમેન રહેલા વલમજી હુંબલને મિલ્ક ફેડરેશનના વાઇસ ચેરમેન બનાવાયા છે. ત્યારે આજે મુખ્યમંત્રીએ વલમજી હુંબલને શુભેચ્છાપત્ર પાઠવી તેમની કામગીરીની નોંધ લીધી હતી અને તેમની આગેવાનીમાં સરહદ ડેરીની સાથે-સાથે ગુજરાતના દુધ-ઉત્પાદકો અને પશુપાલકો નવી સિધ્ધી મેળવી તેવી આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે સરહદ ડેરી અને તેમના ચેરમેન વિરૂધ્ધ અનેક ફરીયાદો અને આક્ષેપો વચ્ચે કચ્છમાં શ્ર્વેતક્રાન્તી થઇ છે તે વાસ્તવીકતા છે. અને તેની નોંધ આજે મુખ્યમંત્રીએ પણ લીધી હતી. સાથે દેશના અર્થતંત્રને મજબુત કરવામાં ડેરીનુ યોગદાન રહેશે તેવી આાશા વ્યક્ત કરી હતી.