કચ્છ એ કુદરતી અને પ્રાકૃતિક શૌદર્યનો ખજાનો છે અને તેથીજ ચૌમાસામાં પ્રકૃતિ અહી સોડે કળાએ ખીલે છે. અને એવા અદભુત દ્રશ્ર્યો સર્જાય છે. જેની કલ્પના પણ કચ્છ માટે કોઇ ન કરી શકે ત્યારે એક તરફ જ્યા કચ્છમાં સારા વરસાદથી કચ્છની અફાટ ધરતીએ લીલુડી ચાદર ઓઢી છે ત્યા બીજી તરફ અફાટ રણો બેટમાં ફેરવાઇ ગયા છે. કચ્છમાં જે રીતે સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. ત્યારે કચ્છના બન્ની પચ્છિમ વિસ્તાર સહિત પડેલા વરસાદથી કચ્છનુ સફેદરણ અફાટ દરિયા જેવુ દેખાઇ રહ્યુ છે. અને જે રીતે દરિયાના મોજા હિલોડા લે તે રીતે કચ્છના સફેદરણમાં પાણી લહેરાઇ રહ્યુ છે. આ વિસ્તારના સ્થાનીક વ્યક્તિએ લીધેલ વિડીયો હાલ સોસીયલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં સનસેટ પોઇન્ટ અને તેની આસપાસ ચૌ તરફ પાણીજ પાણી છે. કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે રણ ઉત્સવ ઉજવાશે કે નહી તે હજુ નિશ્ર્ચિત નથી પરંતુ જે રીતે પાણી ભરાયા છે. તે જોતા કદાચ સરકાર શરૂ કરવા ઇચ્છશે તો પણ મુશ્કેલી સર્જાશે અને લોકોને સફેદરણ નિહળવા માટે રાહ જોવી પડશે