Home Current કચ્છ એક દિવસમાજ બન્યુ પાણીદાર ક્યાક મુશ્કેલી ક્યાક મહેર જાણો તમામ અપડેટ.

કચ્છ એક દિવસમાજ બન્યુ પાણીદાર ક્યાક મુશ્કેલી ક્યાક મહેર જાણો તમામ અપડેટ.

786
SHARE
અગાઉ સિઝનમાં સૌથી વધુ વરસાદ છંતા કચ્છના મોટાભાગના ડેમો ખાલી હતી. જો કે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ મેધમહેર થઇ છે. અને ગઇકાલે જ્યા તમામ તાલુકામાં સાર્વત્રીક 5 ઇંચથી વધુ વરસાદ નોધાયો હતો ત્યા ગત રાતથી આજ બપોર સુધી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદની હાજરી નોંધાઇ છે. જેનાથી કચ્છના વધુ 6 ડેમ ઓવરફ્લો થયા છે. તો સતત વરસાદથી ભુજ સહિત તાલુકાઓના અનેક ગામોમાં પાણી ધુસ્યા છે. ત્યારે કચ્છનુ તંત્ર એલર્ટ મોડ પર છે. હજુ એક દિવસ ભારે વરસાદની શક્યતાના પગલે હવે વધુ વરસાદ કચ્છમાં મુશ્કેલી સર્જી શકે છે. જો કે આજે પડેલા સારા વરસાદ બાદ મુશ્કેલી વચ્ચે પણ ડેમ તળાવો છલકાતા લોકોમાં હરખ દેખાતો હતો.
કચ્છની આજની તમામ મહત્વની અપડેટ
-કચ્છના આજે 6 ડેમ ઓવરફ્લો થયા હતા. જેમાં અબડાસાનો જંગડીયા,લખપતનો સાનધ્રો ,રાપરનો સુવઇ,ભુજ તાલુકાનો કાયલ, નખત્રાણાનો નિરોણા અને અંજારનો ટપ્પર ડેમ છલકાયા હતા
-2015 બાદ પ્રથમવાર ભુજનો હમિરસર તળાવ છલકાય તેવી સ્થિતી સર્જાણી છે. આજ સવારથીજ મોટી સંખ્યામાં લોકો તળાવ કાંઠે એકઠા થયા હતા જેને પગલે પોલિસે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જો કે તળાવના વધામણા માટે રાહ જોવી પડશે
-અંજારનો ટપ્પર ડેમ છલકાઇ જતા આજે સંતો અને ગ્રામજનોએ તેના વધામણા કર્યા હતા તો અંજારનો સવાસર તળાવ પણ છલકાતા મંત્રી ત્રિક્રમદાસજી મહારાજ અને મંત્રી વાસણભાઇના હાથે વધામણા કરવામાં આવ્યા
-રાપરની નંદાસર કેનાલ નજીક રોડસાઇડ તુટી જતા પાંચ એસ.ટી બસ સહિત અનેક વાહનો ફસાયા હતા જેને લઇ મુસાફરો અટવાયા હતા. જો કે તંત્રએ ફસાયેલી બસ કાઢી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
-તો કચ્છના રાપર,અબડાસા,અંજારના અનેક માર્ગો ભારે વરસાદ બાદ બંધ થયા હતા. જેમાં નલિયા વાયોર રવેચીથી રાપરને જોડતો માર્ગ સહિત અંજારના અનેક ગામડાઓને જોડતા માર્ગ બંધ થયા હતા તો માળીયા નજીક પણ મુખ્ય માર્ગ બંધ થયો હતો.
-નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કચ્છના તમામ ડેમોમાં નવા નીર આવ્યા બાદ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે ખાસ કરીને અંજારના ટપ્પર ડેમના 3 દરવાજા ખોલાયા હતા તો અબડાસા,નખત્રાણા,મુન્દ્રા,માંડવીના ડેમો છલકાતા લોકોને એલર્ટ કરાયા હતા.
-કચ્છમાં સારા વરસાદથી એક તરફ ખેડુતોમાં ખુશી છે. ત્યા અંજાર,માંડવી ભચાઉ સહિતના વિસ્તારોમાં બાગાયતી પાક અને વાવેતર થયેલા ઉભા પાકોને નુકશાન ગયુ છે. ખેડુતોએ ચિંતા કરી છે. કે હજુ વધુ વરસાદ ખેડુતો માટે નુકશાન લઇને આવશે
-વરસાદી માહોલમાં ભુજના સરવામંડપ વિસ્તારમાં વિજશોક લાગતા 12 વર્ષીય એક કિશોરનુ મોત થયુ હતુ.
-બન્ની પચ્છિમ વિસ્તારમાં પડેલા સારા વરસાદ બાદ રણના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. હજુ વધુ વરસાદ આ વિસ્તારમાં અનેક ગામોને સંપર્ક વિહોણા કરી શકે છે. તેવી શક્યતા છે.
-ભચાઉ,ભુજ,અંજાર,માંડવી સહિતના તાલુકાઓના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભુજના સંજોગ નગર, સહિતના વિસ્તારોમાં ધરો સુધી પાણી પહોચ્યુ હતુ તો બીજી તરફ ધમડકા સહિતના ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
-તો અંજારના રાધાનગર સહિત અનેક સોસીયટી અને આસપાસના ગામોમાં પણ પાણી ભરાયા હતા. તો શહેરના માર્ગો પર પણ પાણી ભરાતા લોકો માટે મુશ્કેલી સર્જાઇ હતી.
કચ્છમાં હજુ વરસાદની આગાહી છે અને તે વચ્ચે તંત્ર એલર્ટ પણ છે. લોકોમાં એક તરફ વધુ વરસાદથી મુશ્કેલીમાં છે. તે વચ્ચે કચ્છમાં આજે સાંજ સુધી નોંધાયેલ વરસાદ અંજાર52MM,અબડાસા179MM,ગાંધીધામ69MM,નખત્રાણા67MM,ભચાઉ60MM,ભુજ81MM,મુન્દ્રા40MM,માંડવી94MM,રાપર88MM,લખપત129MM