ભારે વરસાદની આગાહી અને કચ્છમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે પણ આગની ઘટનાએ લોકોમાં દહેસત વ્યક્ત કરી હતી મુન્દ્રા જૂની શો મિલ ખારવા પચાડા વિસ્તારમાં આજે આગના બનાવ બન્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં લોકો ડરથી બહાર દોડી આવ્યા હતા.આજે બપોરે દોઢ વાગ્યા ના અરસામાં આ વિસ્તારમાં રહેતા કનૈયા ભાઈ ખારવા(રોટીવાલા) ના ઘર માં ગેસ સિલિન્ડર લીકેજ થતાં લોકો ના જીવ અધ્ધર થઈ ગયા હતા ગેસ લીકેજથી આગ લાગતાજ પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ વિસ્તાર માં લાઇટ બંધ દેવામાં આવી હતી. નિષ્ણાંતો ગેસ લીકેજ કન્ટ્રોલ માટે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા અદાણીના ફાયર ફાઈટરો સ્થળ પર પહોચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં એક મહિલા પૂનમબેન કનૈયા ખારવા દાઝી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા જેને મુન્દ્રા જનરલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા. કલાકની જહેમત બાદ ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવાયો હતો. જો કે ભરચક વિસ્તારમાં આગની ઘટનાથી સોસાયટી વિસ્તારના રહીસો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો મુન્દ્રા પોલિસે ઘટનાની વધુ તપાસ હાધ ધરી છે. અફરાતફરી ભર્યા માહોલ વચ્ચે ભરચક વિસ્તારમાં બનાવ બનતા લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર દોડી આવ્યા હતા પરંતુ મોટી જાનહાની ત્વરીત પગલાથી ટાળી શકાય હતી