રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છમાં પણ ગતરાત્રીથી મેધમહરે થઇ રહી છે ત્યારે આજે સવારે પણ વરસાદની હેલી કચ્છ પર વર્ષી રહી છે. કચ્છમાં આજ સવારથી વરસાદી મહોલ વચ્ચે સૌથી વધુ વરસાદ રાપરમાં નોંધાયો છે. તો માંડવી-મુન્દ્રામાં પણ વરસાદ અવીરત ચાલુ રહ્યુ હતુ. તો પુર્વ કચ્છના રાપર,ગાંધીધામ,અંજાર અને ભચાઉ પણ આજે સાર્વત્રીક વરસાદ નોંધાયો હતો કાંચા સોના સમાન વરસાદથી ખેડુતોમાં ખુશી ફેલાઇ હતી. તો કચ્છના અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદે પોતાની હાજરી પુરાવી હતી.
કચ્છમાં 4 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદના આંકડા
અંજાર-60MM,અબડાસા-52MM,ગાંધીધામ-25MM,નખત્રાણા-11MM,ભચાઉ-45MM,મુન્દ્ર-61MM,માંડવી-64MM,રાપર-83MM વરસાદ નોંધાયો હતો.
હજુ 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી-23,24 ના ભારે વરસાદની શક્યતા કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છે. જેની અસર આજે કચ્છમાં જોવા મળી હતી ચોક્કસ કોઇ મોટી મુશ્કેલી આ વરસાદથી સર્જાઇ ન હતી પરંતુ નદી-નાળામાં નવા નિર આવતા શહેરી વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા હતા. જ્યારે અબડાસામાં કોઝવેમાં પાણીના ધોધ વહ્યા હતા. જીલ્લા વહીવટી તંત્રએ અગાઉ પણ લોકોને સાવચેત રહેવા અપિલ કરી હતી ત્યારે હજુ પણ આગામી એક દિવસોમાં ભારે વરસાદની શક્યતાના પગલે તંત્રએ નદી-નાળા ચેકડેમ નજીક ન જવા લોકોને અપિલ કરી છે.