સફેદ દાઢી,માથે ટોપી અને કડક કપડાના પહેરવેશ સાથે દેખાતા મીરખાન મુતવાને ભાગ્યેજ કોઇ નઇ ઓળખતુ હોય. જો કે બન્નીમાં શિક્ષણની જ્યોત પ્રગ્ટાવનાર મીરખાન મુતવાનુ હ્દયરોગના હુમલાથી 75 વર્ષે નિધન થયુ છે. પ્રાથમીક શિક્ષણ માટે બાળકો અને તેના પરિવારને પ્રોત્સાહીત કરવા સાથે બન્નીનુ શિક્ષણ સુધરે તે માટે તેઓએ સફળ પ્રયત્ન કર્યા છે. અને ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી યુવાનોને પ્રેરણા આપી છે. ગોરેવલી ગામના મીરખાન મુતવા પ્રથમથી જ શિક્ષણ મેળવવાના અને આપવાના આગ્રહી રહ્યા છે. અને તેથીજ 1970માં તેઓએ પણ અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીમાંથી ઉર્દુમાં એમ.એ નો અભ્યાસ કર્યો હતો. અને ત્યાર બાદ મૌલાના આઝાદ આશરા ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. અને બન્ની વિસ્તારમાં સરકારી શિક્ષણ સરળતાથી અને ગુણવત્તા સભર મળે તેવા તેમના પ્રયત્ન રહ્યા છે. તો ધોરણ-10 નુ પરિક્ષા સેન્ટર બન્નિ વિસ્તારમાં મળ્યુ તેમાં તેમનો સિંહફાળો રહ્યો હતો. જો કે શિક્ષણની સાથે સામજીક કાર્યથી લઇ બન્નીના કોઇપણ પ્રશ્ર્નો હોય તેમને સક્રિય રીતે તેમાં ભાગ લઇ ચિંતા કરી છે. ત્યારે આજે તેમના નિધનથી બન્ની સહિત કચ્છમાં શોક ફેલાયો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ તેમના નિધનથી કચ્છને એક મોટી ખોટ પડી હોવાનુ કહી બન્ની વિસ્તારના જાગૃત આગેવાનને ગુમાવવાનુ દુખ વ્યક્ત કર્યુ હતુ. તો અન્ય સામાજીક રાજકીય આગેવાનોએ તેમના નિધન અંગે સોસીયલ મિડીયામાં તેમની પ્રતિક્રીયા આપી હતી.