Home Social અબડાસા ચુંટણી ઓનલાઇન ઉમેદવારી અને ફરીયાદ કરી શકાશે કોવીડને લઇ તંત્રની વ્યવસ્થા

અબડાસા ચુંટણી ઓનલાઇન ઉમેદવારી અને ફરીયાદ કરી શકાશે કોવીડને લઇ તંત્રની વ્યવસ્થા

370
SHARE
કોરોના મહામારી વચ્ચે જાહેર થયેલી ગુજરાતની 8 વિધાનસભા પેટાચુંટણી સહિતની ચુંટણીઓને લઇને ક્યાક ચુંટણીથી આ મહામારી વધુ ગંભીર ન બને તેવી ચિંતા છે ત્યા બીજી તરફ તંત્રએ કોરોના મહામારીને ધ્યાને રાખી મહામારી વધુ ન ફેલાય તે રીતનુ આયોજન ધડવાનુ અત્યારથીજ નક્કી કર્યુ છે. ત્યારે કચ્છ જીલ્લા ચુંટણી વિભાગે આજે પ્રસિધ્ધ કરેલી યાદીમાં જણાવ્યુ હતુ કે અબડાસા ચુંટણીને લઇ ઉમેદવારો ઓનલાઇન ઉમેદવારી અને એફીડેવીટ રજુ કરી શકશે જેથી લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય સાથે જો ચુંટણીને લઇ કોરોના મહામારી કે ચુંટણી આચારસંહિતાનો ભંગ થતો હોય તો પણ ઓનલાઇન C-VIGIL એપલીકેશન દ્રારા પણ ફરીયાદ કરી શકે છે.
સુવિદ્યા પોર્ટલ અને ઇ-વીજીલ ના ઉપોયગની માહિતી
(ઉમેદવારી પત્ર તથા એફિડેવિટ સુવિધા–માર્ગદર્શિકા) ઓનલાઈન ભરવા માટેની વૈકલ્પિક આ સુવિધા પોર્ટલ (suvidha Portal) http:/suvidha.eci.gov.in લીક ધ્વારા ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે.
ઉમેદવારે તે માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા મોબાઇલ નંબર તથા OTP
ધ્વારા લોગઇન કરવાનું રહેશે.
• વર્તમાનમાં ઓનલાઈન વિગતો ભરવાની સુવિધા અંગ્રેજી તથા હિન્દી ભાષાઓમાં
ઉપલબ્ધ રહેશે.
• આ બાબતેની ટેકનીકલ સહાય માટે [email protected] પર ઇમેઇલ
ધ્વારા તથા ફોન નં.011-23052052 ધ્વારા ટેકનીકલ વ્યકિત સાથે સંપર્ક સાધી
શકાશે.
• આ અંગેની માર્ગદર્શિકા Annexure “A” ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં
આવેલ છે. જે ચૂંટણી અધિકારીની કચેરીએથી જાણકારી માટે મળી શકશે.
C-Vigil (ઓનલાઈન ચૂંટણી સંબધી ફરયિાદ)
• આ એપ્લીકેશન પ્લે-સ્ટોર માંથી અથવા cvigil.eci.gov.in વેબસાઇટ પરથી
ડાઉનલોડ કરી શકાશે.
• જો કોઈ ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો C-Vigil ધ્વારા જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી,કચ્છ–ભુજને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી
પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે.
• આ ઉપરાંત કોઈ પણ ફરીયાદ કે માહિતી માટે 1950 તેમજ ટોલ ફ્રી નંબર 1800 (233 3600 પણ ફોન કરી શકાશે.
આમ ઉપરોકત વિગતે suvidha Portal ધ્વારા ઉમેદવાર ઉમેદવારી પત્ર તથા એફિડેવીટ ચૂંટણી અધિકારીને ઓનલાઇન રજુ કરી શકશે તથા ડીપોઝીટ પણ ભરી શકશે
ઉપરોક્ત એપલીકેશનો બહોળી સંખ્યામાં લોકો ઉપયોગ કરે તે માટે કચ્છ જીલ્લા કલેકટર ચુંટણી અધિકારીએ લોકોને અપિલ કરી છે.