Home Special અબડાસા ચુંટણીમાં ‘ઓપરેશન’ અપક્ષ પર મુખ્યમંત્રીએ કરેલી ઇભલાશેઠની ટીપ્પણી પાણી ફેરવશે?

અબડાસા ચુંટણીમાં ‘ઓપરેશન’ અપક્ષ પર મુખ્યમંત્રીએ કરેલી ઇભલાશેઠની ટીપ્પણી પાણી ફેરવશે?

3239
SHARE
ગુજરાતની 8 વિધાનસભાની પેટાચુંટણી જીતવા માટે હવે રાજકીય પાર્ટીઓ એડીચોટીનુ જોર લગાવી રહી છે તેમાય ગુજરાતની નંબર-01 વિધાનસભા બેઠક અબડાસા જીતવા માટે ભાજપે મરણીયા પ્રયાસો શરૂ કર્યા છે અને તેથીજ મુસ્લિમ મતદારો ભાજપ તરફી આકર્ષાય તે માટે ખુદ મુખ્યમંત્રીએ આજે અબડાસા વિધાનસભા ચુંટણી પ્રચારમાં ઝંપલાવ્યુ હતુ અને મુસ્લિમ સમાજને વિકાસના નામે મત આપવા માટેની અપિલ પણ કરી હતી જો કે સંપુર્ણ ભાષણના અંતમાં ફરી એવા મરહુમ મુસ્લિમ આગેવાન પર મુખ્યમંત્રીએ ટીપ્પણી કરતા ચુંટણી પરિણામો પર અસરનો વર્તારો આવી ગયો છે અને તેમા પડદા પાછળનુ ભાજપનુ ચર્ચાતુ ઓપરેશન અપક્ષ નિષ્ફળ જાય તો પણ નવાઇ નહી તેવુ અબડાસાના રાજકીય સમિકરણો જણાવી રહ્યા છે કેમકે અગાઉ પણ જ્યારે  ઇભલાશેઠ પર ભાજપના આગેવાને ટીપ્પણી કરી હતી ત્યારે તેનુ પરિણામ ભાજપને ચુંટણીમાં ભોગવવુ પડ્યુ હતુ
તો શુ ઓપરેશન અપક્ષ નિષ્ફળ જશે ?
આમતો લોકશાહીમાં દરેકને ચુંટણી પર્વમાં ભાગ લેવાનો સંપુર્ણ અધિકાર છે પરંતુ સમાજના મોભાદાર પદ્દનો ત્યાગ કરી અને ક્યાક સમાજના આગેવાનોની સમર્થન ન આપવાની સ્પષ્ટતા છંતા પણ જ્યારે બે મુસ્લિમ આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ચર્ચા હતી કે ભાજપને તેનો સીધો લાભ મળશે અને ક્યાક તો ચર્ચા એવી પણ હતી કે ભાજપે જ સામ,દામ,દંડ,ભેદની નિતી સાથે પડદા પાછળ રહી અપક્ષ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જેથી મુસ્લિમ મતોનુ ધ્રુવિકરણ થાય અને ભાજપને ફાયદો મળે પરંતુ આજે જ્યારે મુખ્યમંત્રી કચ્છ આવ્યા હતા ત્યારે તેઓએ ફરી મરહુમ મુસ્લિમ આગેવાન અને દાણચોરીમાં પંકાયેલા ઇભલાશેઠનુ નામ ચુંટણી દરમ્યાન લીધુ તેને જાણકારો ભાજપ માટે દવા સમાન ગણી રહ્યા છે કેમકે અબડાસા વિસ્તારમાં ઇભલાશેઠનુ નામ દાણચોરીની સાથે એક દાત્તાર તરીકે પણ લેવાય છે તેવામા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠક પર આ પ્રકારની ટીપ્પણી પછી મુસ્લિમ સમાજના આગેવાનો ઓપરેશન અપક્ષને નિષ્ફળ બનાવે તો નવાઇ નહી.
શુ ભાજપમાંજથી કોઇએ દવા કરી?
જેમ કોગ્રેસ માટે એમ કહેવાય છે કે કોગ્રેસને કોગ્રેસ જ હરાવે છે તેમ અબડાસા બેઠકની ચુંટણીમાં ભાજપ માટે પણ કઇક એવુજ કહેવાય છે કેમકે કોગ્રેસની પરંપરાગત બેઠક સાથે ભાજપના જુથ્થો વચ્ચેનો આંતરીક ખટરાગ અહી જગજાહેર છે તેવામાં ચુંટણી સમયેજ એક તરફ જ્યા મુસ્લિમ સમાજને આકર્ષવા માટેના પ્રયાસો થાય છે અને તેજ સભાના અંતમાં મુખ્યમંત્રીની ઇભલાશેઠની ભુમી નહી પરંતુ ગાંધીની ભુમી એવી ટીપ્પણી કરાય છે તેને અબડાસા ચુંટણીના જાણકારો ઇરાદાપુર્વકની ભાજપની મીઠી દવા સમાન ગણાવી રહ્યા છે હવે મુખ્યમંત્રીને આવા નિવેદન કરવા માટે કોણે દુષ્પ્રેરણા આપી તેતો ભાજપનો આંતરીક મામલો છે પરંતુ ચુંટણીમાં તેની અસર ચોક્કસ જોવા મળશે અને ભાજપ જે રીતે અપક્ષની દાવેદારીથી જીતનુ ગણીત કરતુ હતુ તેમાં હવે ફેરફાર થાય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે આજે નખત્રાણાની સભામાં પણ કોગ્રેસી આગેવાન અને  ઇભલાશેઠના પુત્રએ મુસ્લિમ સમાજને અપક્ષની અવગણના કરી કોગ્રેસને મત આપવા અપિલ કરી હતી
ગત ચુંટણીમાં જ્યારે ભાજપના આગેવાને આવી ટીપ્પણી કરી હતી ત્યારે મુરહુમ વ્યકિના નામે રાજકીય રોટલા સેકવાની ભાજપના આગેવાનની રીતની ખુબ ટીકા થઇ હતી અને તેની અસર ચુંટણીમાં પણ દેખાઇ હતી તેવામાં ફરી જ્યારે ભાજપે કોગ્રેસના ગઢ સમાન બેઠકમાં જીત માટેના સોગઠા ગોઠવ્યા  તેને ઉંધા વાળવાનુ કામ મુખ્યમંત્રીની ટીપ્પણીને જાણકારો માની રહ્યા છે જીત-હારનો ફેંસલો 10 તારીખે સામે આવશે પરંતુ રાજકીય મેદાનમાં ઇભલાશેઠ પરની ટીપ્પણી ચોક્કસ અસર કરશે અને તેમા કદાચ ઓપરેશન અપક્ષ નિષ્ફળ પણ જાય તો નવાઈ નહિ કેમકે મુખ્યમંત્રીના નિવેદન પછી ટીકા સાથે તેની ચર્ચા થવા લાગી છે