Home Social તરા-મંજલના પ્રખર ભાગવત્તાચાર્ય પુ.મયા મહારાજ થયા સ્વર્ગવાસી

તરા-મંજલના પ્રખર ભાગવત્તાચાર્ય પુ.મયા મહારાજ થયા સ્વર્ગવાસી

441
SHARE

94 વર્ષીય મયા મહારાજના નિધનથી ,ગુજરાત,મુંબઈ સહિતના અનુયાયીઓમાં શોક

નખત્રાણા તાલુકાના તરા-મંજલ ગામની ભૂમિનું ગૌરવ અને વિભુતી સ્વરૂપ ભાગવત્તાચાર્ય અને ગુરુપદનું અદકેરુ સ્થાન મેળવનારા પુ.મયાશંકર મહારાજ મેઘજી વ્યાસ ગઈકાલે આષો-સાતમના રાત્રે માતાજીની આરતી બાદ પ્રસાદ ગ્રહણ કરી દેહત્યાગ કર્યો હતો આ સમાચાર તેમના બહોળો વર્ગ ધરાવતા અન્યુંયાઇઓએ અને ભાવિક વર્ગમાં ફેલાતા આઘાત સહીત શોકનું મોજું ફરી વળ્યું હતું તેમને મંજલ મુકામે તેમની પાંચેય દિકરીઓએ કાંઘ સાથે અગ્નીદાહ આપી અતિમદર્શન કર્યા હતાં
1927ના 22 ઓકટોબરે જન્મેલા મયા મહાર તેમના દાદા રતનજી મહારાજ પાસેથી ઘર્મજ્ઞાન મેળવી પંદર વર્ષની ઉંમરથી જ ભાગવત કથાનું પઠન શરૂ કર્યું હતું જેમાં એક હજારથી પણ વઘારે કથાઓ કરછ,ગુજરાત,મુંબઈ,કલકતા,જગન્નાથપુરી,સહિત વિવિધ સ્થળે પોતાની આગવી શૈલીમાં કરીને કરછના ડોંગરેજી મહારાજનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું, મંજલ ખાતે થતી 155 વર્ષની પ્રચલીત ગુરુપુનમની ઉજવણી પરંપરાગત આજે પણ તેમણે બરકરાર રાખી હતીં.ઉત્કૃષ્ઠ કથા વક્તા સાથે તેમણે ગામના ઘાર્મિક મંદિરો તેમજ શિક્ષણ શ્રેત્રમાં બહોળું યોગદાન આપ્યું છે તેઓ ગામના દરેક સમાજના પથદર્શક રહ્યા હતાં પોતે ઘર્મ પ્રચારક હોવાની સાથે પોતાની 6 એ દિકરીઓને શિક્ષક બનાવી શિક્ષણની જયોત પણ સમાજમાં ફેલાવી છેં પુ.મયા મહારાજે મંજલ ગામના 600 વર્ષનાં ઈતિહાસના પદની રચના પણ કરી છેં,આજુ-બાજુના ગામલોકો તેમના અંતિમ દર્શન કર્યા હતાં ત્યારબાદ તેમની અંતિમયાત્રા નિકળી હતીં.