લોકચાહના મેળવ્યા બાદ ધણા કલાકારો બદલાઇ જાય છે તેવી ચાહકોની ફરીયાદ રહેતી હોય છે. અને આવુજ કઇક હાલ કચ્છી કોયલ તરીકે ખ્યાતનામ બનેલ ગીતાબેન રબારી વિષે ચર્ચાઇ રહ્યુ છે. કેમકે થોડા સમય પહેલા સરકાર પાસે કરોડો રૂપીયા લઇ કોરોના અંગે જાગૃતિ ફેલાવતા હતા તેવા ગીતાબેન રબારી સીધી નહી તો આડકતરી રીતે માત્ર પૈસા જોઇને કોરોનાના કેસો વધારવા માટે નિમીત બની રહ્યા છે. સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન છંતા એવા 3 કાર્યક્રમો છે. જેમા મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી અને છંતા માત્ર પૈસા માટે ગીતાબેન રબારી ગીત ગાવા માટે તૈયાર થઇ ગયા જો કે હજુ તેમના સામે કોઇ કાર્યવાહી અત્યાર સુધી થઇ નથી અને કદાચ તેમનુ કદ વધતા થશે પણ નહી પરંતુ એક વાત ચોક્કસ છે. કલાકારોને ભલે કચ્છી કોયલનો સ્વર પંસદ હોય પરંતુ ગીતાબેનને ચાહકો કરતા વધુ પૈસાની ચાનત ચડી છે
પોરબંદર-દ્રારકા અને હવે કચ્છનો કાર્યક્રમ વિવાદીત
આમતો કોરોનાને લઇ સરકાર ખુબ ચિંતીત હતી ત્યારે ભાજપનાજ એક મોટા નેતાના કાર્યક્રમમાં હાજરી આપી ગીતાબેન ચર્ચામાં આવ્યા હતા તેમણે જે યજમાનના ઘરે કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યા અનેક લોકો સ્ક્રમીત થયા હતા અને ગીતાબેન માસ્ક વગર કાર્યક્રમમાં નજર આવ્યા હતા તો ત્યાર બાદ તાજેતરમાં પણ દ્રારકા ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ તેઓ માસ્ક વગર મનોરંજન પીરસતા નઝરે પડ્યા હતા. અને સોસીયલ મિડીયામાં ટ્રોલ પણ થયા હતા પરંતુ તે કાર્યક્રમનો વિવાદ હજુ સમ્યો નથી ત્યા ભુજ તાલુકાના વડઝરમાં આયોજીત સરપંચ પુત્રના લગ્નમાં હાજરી આપી ગીતાબેન ચર્ચામાં આવ્યા છે. કેમકે કાર્યક્રમમાં સોસીયલ ડિસ્ટન્ટીંગ અને કોરોના ગાઇડલાઇનનુ કોઇ પાલાન ન હતુ છંતા ગીતાબેન મનમુકી ગીતની રમઝટ બોલાવતા હતા કેમકે પૈસા બોલતા હે. જો કે પોલિસે આ મામલે હજુ કોઇ કાર્યવાહી ગીતા રબારી સામે કરી નથી પરંતુ વાયરલ વિડીયો ગીતાબેનની પૈસાની ભુખ અને પોલિસની દાનત બન્ને ને છતી કરે છે.
કોર્ટ ગંભીર સામાન્ય માણસ પરેશાન પરંતુ કલાકારો મોજમાં
ગુજરાતમાં વધી રહેલા કેસોને લઇને ખુદ કોર્ટ ગંભીર છે. અને કોર્ટે તાજેતરમાંજ નિયમભંગ કરનાર સામે કડક હાથે કામ લેવા સુચનો પણ કર્યા હતા પરંતુ સરકાર માટે જાણે કોરોના ભેદભાવનો વિષય હોય તેમ સામાન્ય મધ્યવર્ગીય લોકો દંડાઇ રહ્યા છે. પરંતુ કલાકારો એક હાથે સરકાર અને બીજી હાજે માલેતુજાર અને વગદાર લોકો પાસેથી પૈસા કમાઇ પોતાના ચાહકોનાજ વેરી બની રહ્યા છે. કેમકે અત્યાર સુધી ગણી શકાય તેવા કેસો સિવાયના કિસ્સાઓમાં ખ્યાતનામ કલાકારો,રાજકીય મોટા નેતાઓ સામે કોઇ કેશ કે દંડની કાર્યવાહી થઇ હોય તેવુ ભાગ્યેજ સામે આવ્યુ છે હા પ્રજાની હાલાકીના અનેક કિસ્સા સામે આવ્યા છે તેવામાં જો સરકાર ખરેખર પ્રજાના પૈસે જાગૃતિના કરોડો લેતા ગીતાબેન જેવા કલાકારો સામે કડક કાર્યવાહી કરે તે સામાન્ય નાગરીકોમાં તેની સારી અસર પડશે કેમકે આ માત્ર વિવાદમાં આવેલા કાર્યક્રમો છે. એ સિવાય પણ ધણા કાર્યક્રમોમાં ગીતાબેન રબારીની હાજરીની ચર્ચા છે.
ગીતાબેન રબારી તો હાલ માત્ર ચર્ચામાં છે. પરંતુ એવા ધણા ખ્યાતનામ કલાકારો અને રાજકીય નેતાઓ આવા કાર્યક્રમની શોભા વધારી સરકારી ગાઇડલાઇનનુ સરેઆમ ઉંલ્લધન કરી રહ્યા છે. ત્યારે નાની-શેરીઓમાં પહોચી કાર્યવાહી કરતી પોલિસ આવા મોટા કાર્યક્રમો પર મીઠી નહી કડક નઝરે રાખે બાકી સોસીયલ મિડીયા અને જાગૃતિ નાગરીકો તો ધ્યાન દોરવા માત્ર આવા કિસ્સા ઉજાગર કરતા જ રહેશે જો કે દાનવીરોના વતન કચ્છમાં ગીતાબેન રબારીના પૈસાની લાલચ ચર્ચાનો વિષય બન્યો છે.