અબડાસા પેટાચુંટણીમાં રાજકીય પક્ષોના તમામ ગણીત ઉંધા વાડી કોગ્રેસની પરંપરાગત બેઠક ભાજપે અંકે કરી જો કે પેટાચુંટણીની હારને ભુલી કોગ્રેસે સ્થાનીક સ્વરાજની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. અને તે સાથે જ પેટાચુંટણીમાં પક્ષમાં રહી પક્ષવિરોધી કામગીરી કરનાર સામે પ્રદેશ કોગ્રેસે આકરા પગલા લીધા છે. જો કે કોગ્રેસ અને સમાજના નામે મોટા બની ગયેલા કેટલાક આગેવાનોએ કાર્યવાહી પહેલાજ રાજીનામા ધરી પોતાની આબરૂ બચાવી લીધી છે. પરંતુ અબડાસા તાલુકા પ્રમુખના રાજીનામાંના બે દિવસમાંજ કોગ્રેસે નવા પ્રમુખની નિમણુંક કરી રાજીનામા આપી રાજકીય ગરમાવો ઉભો કરવાના પ્રયાસ પર ઠંડુ પાણી રેડી દીધુ છે. છેલ્લા બે દિવસમાં 3 તાલુકામાં પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર અનેકને સસ્પેન્ડ કરાયા છે. તો બીજી તરફ કાર્યવાહી વગર કેટલાકના રાજીનામાં સ્વીકારી નવી નિમણુક સાથે પ્રદેશ કોગ્રેસે રાજીનામુ આપનારને સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.
રાજીનામાનુ ઓપરેશન સફળ ન રહ્યુ?
અબડાસાની પેટાચુંટણીમાં અનેક ઓપરેશન થયા અને તેથીજ કોગ્રેસે પરંપરાગત બેઠક ગુમાવી સાથે બેઠકનો ઇતિહાસ પણ બદલાઇ ગયો ભાજપની સક્રિયતા સાથે કોગ્રેસના આંતરીક જુથ્થવાદની સાથે કોગ્રેસ પક્ષના ઘરના ભેદીએ પણ અબડાસાનો ગઢ હારવામાં ભુમીકા ભજવી હોય તેવી ફરીયાદ ઉમેદવાર અને ચુંટણી નિરીક્ષકોએ પ્રદેશમાં કરી હતી. જો કે આજે અબડાસા તાલુકા પ્રમુખની વરણી સાથે પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર નખત્રાણાના આદમ સુલેમાન લંધાય ને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા જો કે આજની કાર્યવાહી પરથી લાગી રહ્યુ છે. કે આગામી દિવસોમાં વધુ લોકો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. અને કોગ્રેસમાં ચર્ચા છે. કે પક્ષમાંથી હાંકી કઢાય તેવી શંકા સાથે જ કોગ્રેસના આગેવાનોએ રાજીનામા ધરી દીધા હતા.કેમકે ગઇકાલે ઇકબાલ મંધરા સહિત અબડાસા-લખપતના અનેક હોદ્દેદારોએ રાજીનામા ધર્યા હતા પરંતુ તેનો વિવાદ ઉભો ન થાય તેનુ ધ્યાન રાખી કોગ્રેસની પ્રદેશના નેતાગીરીએ અન્યની નિમણુંક કરી બધા પ્રશ્ર્નોનો જવાબ આપી દીધો છે.
કોગ્રેસ આક્રમક; શુ અન્ય સામે કાર્યવાહી થશે?
અબડાસા ચુંટણીમાં સામ,દામ,દંડ,ભેદ તમામ પ્રકારના પ્રયાસો ચુંટણી હારજીત માટે થયા હતા. મુસ્લિમ મતોના ધૃવ્રીકરણ માટેના પ્રયાસો સફળ રહ્યા અને કોગ્રેસે પરંપરાગત બેઠક ગુમાવી જો કે ચુંટણી બાદ કોઇ ચર્ચા ન હતી પરંતુ પ્રદેશમાં સુકાન ન બદલવાની જાહેરાત સાથે જ કાર્યવાહી શરૂ થઇ હતી. પરંતુ તે પહેલા કોગ્રેસના અબડાસા-લખપતના આગેવાનોએ અબડાસા ચુંટણીની જવાબદારી જેને સોંપાઇ હતી તેમની સામે નારાજગી સાથે રાજીનામા આપ્યા હતા પરંતુ તેમને મનાવવાના બદલે નવી નિમણુક કરી અને અન્ય સામે સસ્પેન્સનની કાર્યવાહી કરી રાજકીય પાર્ટી અને કાર્યક્રરોના મનમાં ચાલતા તમામ પ્રશ્ર્નોના જવાબ આપી દીધા છે. જો કે કોગ્રેસમાં ચર્ચા છે. કે હજુ પણ આગામી દિવસોમાં કેટલાક પક્ષમાં રહી પક્ષવિરોધી કામ કરનાર સામે કાર્યવાહી થઇ શકે છે. કદાચ મોટામાથા બચી જાય પરંતુ કાર્યવાહી તો થશે જ
અબડાસાના પરિણામોએ કોગ્રેસ પક્ષ તથા રાજકીય પંડીતોને પણ વિચારતા કર્યા હતા. કેમકે હાર્ડકોર કોગ્રેસી મતો હોવા છંતા પણ ભાજપ તેમની રણનીતીમાં સફળ રહ્યુ જેમાં ભાજપની મહેનત સાથે કોગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરનાર પડદા પાછળના કલાકારોની મહત્વની ભુમીકા હતી પરંતુ પ્રદેશ કોગ્રેસે હવે મનોમંથન સાથે કાર્યવાહી શરૂ કરી છે. જેને પક્ષના નિષ્ઠાવાન આગેવાન કાર્યક્રરો આવકારી રહ્યા છે