Home Special દુધસાગર ડેરીની ચુંટણીમાં ભષ્ટ્રાચારને જાકારો; કચ્છની સરહદ ડેરીમાં પણ પરીવર્તન ની હવા...

દુધસાગર ડેરીની ચુંટણીમાં ભષ્ટ્રાચારને જાકારો; કચ્છની સરહદ ડેરીમાં પણ પરીવર્તન ની હવા ફુંકાય છે?

1268
SHARE
અમુલ,સુમુલ,દુધસાગર જેવી મોટી ડેરીઓની સામે કચ્છની સરહદ ડેરીનુ એક સમયે નામ પણ ન હતુ પરંતુ પશુપાલકોની મહેનત રંગ લાવી છે. અને હવે સરહદ ડેરીમાં બનતી નાની ધટના પણ સૌનુ ધ્યાન ખેંચે છે. કેમકે દુધ ઉત્પાદન ક્ષેત્રે હવે સરહદ ડેરી પર પાછળ નથી. જો કે વિકાસની સાથે મંડળીમાં થયેલા ભષ્ટ્રાચાર અને કચ્છ કુરીયન વલમજી હુંબલના એકચ્રકી સાશન સામે જાહેરમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેનો જવાબ સરહદ ડેરીના કોઇ જવાબદાર નથી આપી રહ્યા કે નથી તેને સંલગ્ન સરકારી સંસ્થાઓ મામલાની તપાસ કરી દુધ નુ દુધ અને પાણીનુ પાણી નથી કરતુ તેવામાં દુધસાગર ડેરીમાં સતાપરીવર્તનના સમાચાર આવ્યા છે. ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરી દ્રારા કરાયેલા કથીત ભષ્ટ્રાચાર બાદ ડેરી ચર્ચામાં આવી હતી અને ચુંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ જવા સહિતના અનેક નાટકીય વંણાકો આવ્યા હતા પરંતુ અંતે આજે સત્તા પરિવર્તન થયુ છે. અને વિપુલ ચૌધરી પેનલનો પરાજય થયો છે. તે સાથેજ સરહદ ડેરીમા આવુ પરિવર્તન આવશે? તેની ચર્ચા શરૂ થઇ છે
શુ વિપુલ ચૌધરી પછી હવે…….
સરહદ ડેરીથી અમુલ ડેરીના વાઇસ ચેરમેન સુધી પહોંચી ગયેલા કચ્છ કુરીયન આમતો અત્યારે સરકારમાં માનીતા હોય તેવુ લાગી રહ્યુ છે. અને તેથીજ બે ડેરીમાં હોદ્દા છંતા APMC અંજાર અને કચ્છ જીલ્લાના મહામંત્રી તરીકે પણ તેમને રીપીટ કરાયા છે. જે પરથી અંદાજ લગાવી શકાય કે તેમનુ કદ્દ કેટલુ છે. પરંતુ હવે જ્યારે ભષ્ટ્રાચારના મામલે જાહેરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે. અને કોર્ટ રાહે કાર્યવાહી માટે પણ તૈયારી થઇ રહી છે. ત્યારે પાર્ટી અને સરકારને તેના છાંટા ન ઉડે તે માટે પણ તૈયારીઓ શરૂ થઇ હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે. કેમકે ભષ્ટ્રાચારનો ચોક્કસ આંક દુધસાગર ડેરીના ચેરમેનની જેમ ભલે સરહદ ડેરીમાં સામે આવ્યો નથી કેમકે મામલાની તપાસ જ નથી થઇ પરંતુ એકચક્રી સાશન દરમ્યાન સરહદ ડેરીમાં પણ ભષ્ટ્રાચાર થયો હોવાના પુરાવા સાથેની અરજીઓ થઇ છે. જેની તપાસ ક્યાકને ક્યાક થઇ નથી. તે હકીકત છે તો ભષ્ટ્રાચારના આટલા આક્ષેપો છંતા જાહેરમાં કોઇ પ્રતિક્રીયા કે ફરીયાદ માટે ચેરમેન કે ડેરીના જવાબદારો આગળ ન આવતા આડકતરી રીતે ફરીયાદને સમર્થન મળી રહ્યુ છે તેવામા ચર્ચા છે કે દુધસાગર પછી હવે સરહદના ભષ્ટ્રાચારના ડાધ પણ સફેદ થશે
કચ્છની દુધક્રાન્તીમાં વલમજી હુંબલનો સિંહફાળો છે. તેમાં કોઇ બે મત નથી. પરંતુ ભષ્ટ્રાચારના આક્ષેપ મામલે તેઓ હમેંશા મૌન રહ્યા છે. જે ધણુ સુચવે છે. તો વડી સહકારી સંસ્થાઓ પર બાજ નઝર રાખતી સંસ્થાઓ તથા રાજ્યની મહત્વની તપાસ એજન્સીઓ પણ ફરીયાદ ને ધ્યાને લેતા નથી. પરંતુ હવે જ્યારે દુધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન થયુ છે ત્યારે હવે સરહદ ડેરીમાં બધુ સમુસુતરુ કરવા સરકાર પડદા પાછળથી ખેલ પાડી મામલામાં તપાસ કરાવશે તેવી ચર્ચા શરૂ થઇ છે. કેમકે ચોક્કસ વ્યક્તિઓની કારણે સંસ્થા અને પાર્ટી બદનામ થાય તેવુ ક્યારેય થયુ નથી