Home Social ન્યુયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની કેડી કંડારનાર કચ્છી યુવાને કચ્છનું ગૌરવ...

ન્યુયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની કેડી કંડારનાર કચ્છી યુવાને કચ્છનું ગૌરવ વધાર્યું

1551
SHARE
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય…આજના યુવાઓ માટે પ્રેરણા સમાન કહી શકાય એવા એવા ભુજના યુવાને વિશ્વની Top 5 યુનિવર્સીટી ઓફ ઈલીનોય એટ અર્બાના શેમ્પન ( UIUC ) માંથી ૧00 પર્સન્ટાઈલ સાથે ઝળહળતી સફળતા મેળવીને કચ્છ ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે
ભુજ શહેરની નજીક લાખોંદ મુકામે આવેલી BMCB સ્કૂલ અને ભુજની સંસ્કાર સ્કુલના પૂર્વ વિદ્યાર્થી અને બીએમસીબી બેન્કના ફાઉન્ડર ચેરમેન CA મહેન્દ્રભાઈ મોરબીઆના સુપુત્ર કેવલ મોરબીઆએ વિશ્વ કક્ષાએ સિદ્ધિ મેળવી છે તેમણે B.E. ( CS ) BITS Pilani માંથી 9.7 CGPA સાથે યુનિવર્સીટી Top Rank મેળવ્યો હતો ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ MS .Comp . ( Artificial Intelligence ) ની પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી વિશ્વની Top 5 Uni. યુનિવર્સીટી ઓફ ઈલીનોય એટ અર્બાના શેમ્પન ( UIUC ) માંથી ૧00 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવીને કેવલે USA માં Amazon અને Microsoft જેવી કંપનીઓમાંથી Internship કરીને હાલે Multinational Co. Bloomberg , New York માં A .. Research Engineer તરીકે ૨૩ વર્ષની નાની ઉમરે કરીયરની શરૂઆત કરી છે અને પ્રારંભે જ રૂા . 2.40 કરોડનું પેકેજ મેળવીને કચ્છ – ગુજરાત માટે ગૌરવરૂપ બન્યા છે . વધુમાં USA ની Top A .કોન્ફરન્સમાં કેવલને રિસર્ચ પેપર અને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા જે યશ કલગીમાં છગા સમાન છે કેવલ ભુજ મર્કેન્ટાઈલ બેન્કના જનરલ મેનેજર CA સ્મિત મોરબીઆ , CA કેયુરી મોરબીઆ અને નિર્મલ મોરબીઆ ( MBA , U.K ) ના ભાઈ છે .આ સિધ્ધિ બદલ કેવલની ઉતરોત્તર પ્રગતિ માટે વડીલો , શુભેચ્છકો દ્વારા આર્શિવાદ મળી રહ્યા છે ત્યારે કચ્છના અન્ય યુવાનો માટે પણ કેવલ મોરબીઆ પથદર્શક બની રહેશે કેવલની આ સિદ્ધિ અને આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન
કેવલ મોરબીયાનો પ્રતિભાવ જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો