Home Crime મુન્દ્રાના સાડાઉ ગામે રામજન્મ ભુમી નિર્માણ માટેની રથયાત્રા અટકતા મામલો તંગ બન્યો!...

મુન્દ્રાના સાડાઉ ગામે રામજન્મ ભુમી નિર્માણ માટેની રથયાત્રા અટકતા મામલો તંગ બન્યો! પોલિસે મોરચો સંભાળ્યો

12912
SHARE
સમગ્ર દેશમાં અયોધ્યમાં બનનાર ભવ્ય રામમંદિર માટે નિર્માણનીધી એકઠી કરવાના કાર્યક્રમો આયોજીત થઇ રહ્યા છે. સાથે-સાથે ભવ્ય નિર્માણ કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે હિન્દુ સંગઠનો દ્રારા રથયાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત મુન્દ્રા તાલુકા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્રારા પણ આવી રથયાત્રાનુ આયોજન કરાયુ હતુ. જો કે રથયાત્રા મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે પહોચતા મામલો થોડો બિચક્યો હતો અને સ્થાનીક અસામાજીક તત્વો સાથે ઉગ્ર બોલાચાલી થતા એક સમયે યાત્રા અટકી હતી.પરિસ્થિતીને સમજી ગયેલા પોલિસના સ્થાનીક થી લઇ ઉચ્ચ અધિકારીઓ અને મહત્વની બ્રાન્ચ પણ ધટના સ્થળે દોડી ગઇ હતી. અને પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો. ધટના સ્થળે પહોચેલા એસ.પી સૌરભસિંગે જણાવ્યુ હતુ કે કોઇ મામલે બોલાચાલી થતા મામલો ગરમ બન્યો હતો પરંતુ યાત્રા ફરીથી શરૂ કરી દેવાઇ છે. અને પોલિસનો પુરતો બંદોબસ્ત છે. જો કોઇ ફરીયાદ માટે આગળ આવશે તો ફરીયાદ કરાશે સાથે પોલિસે અફવાઓથી દુર રહેવા અપિલ કરી હતી.
શા માટે રથયાત્રા રોકવી પડી ?
સમગ્ર કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં હિન્દુ સંગઠનો દ્રારા રામમંદિરના પ્રચાર અને ધનરાશી એકઠી કરવા માટે રથયાત્રાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત આજે મુન્દ્રા તાલુકા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્રારા રથયાત્રાનુ આયોજન કરાયુ હતુ જો કે મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે સ્થાનીક કેટલાક લોકો સાથે માથાકુટના પગલે યાત્રા અટકી હતી. હિન્દુ સંગઠનોએ યાત્રા પર પથ્થરમારો કરાયો હોવાનો આરોપ મુક્યો હતો. ધટનાની જાણ થતા મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો એકઠા થયા હતા. અને મામલાને ગંભીરતાથી લેવા પોલિસને જણાવ્યુ હતુ. ધટનાની જાણ થતા પોલિસની ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા. એક સમયે સોસીયલ મિડીયામા પથ્થરમારો અને હુમલાના સંદેશાઓ વહેતા થયા હતા. જો કે વિવિધ માધ્યમો સાથે વાત કરતા પચ્છિમ કચ્છ એસ.પી જણાવ્યુ હતુ કે મામલો સંવેદનશીલ છે. જેની તપાસ ચાલુ છે હજુ સુધી પથ્થરમારાની પુષ્ટી થઇ નથી. પરંતુ કોઇ બાબતે મામલો ઉગ્ર ચોક્કસ બન્યો હતો. પોલિસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અને મામલાની તપાસ પોલિસે ગંભીરતાથી શરૂ કરી યાત્રાને ફરી પ્રસ્થાન કરાવી હતી
બનાવ અંગે હજુ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી. પરંતુ હિન્દુ સંગઠનોમાં યાત્રા અટકાવવા માટે થયેલા કાકરીચાળા ને ગંભીરતાથી લેવાઇ છે. મોટી સંખ્યામા લોકો એકઠા પણ થયા છે. જો કે પોલિસે મુન્દ્રામાં મામલો થાળે પાડી બનાવની તપાસ શરૂ કરી યાત્રા પ્રસ્થાન કરાવી છે. સાથે બનાવના ધેરા પ્રત્યાધાત ન પડે તે માટે કવાયત શરૂ કરી છે. જો કે તે વચ્ચે મુન્દ્રાના સાડાઉની જેમ કિડાણા ગામે પણ યાત્રા અટકાવવાના પ્રયત્નો થયાની ચર્ચા છે. જો કે પોલિસે ન્યાયીક તપાસની ખાતરી સાથે હાલ તો ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે