Home Current પ્રદેશના 2 મહામંત્રીના અભિવાદનનો કચ્છ ભાજપનો તાયફો! જાણો કોણ ન આવ્યુ? કોણ...

પ્રદેશના 2 મહામંત્રીના અભિવાદનનો કચ્છ ભાજપનો તાયફો! જાણો કોણ ન આવ્યુ? કોણ ન બોલ્યુ?

1493
SHARE
ગુજરાત ભાજપના અનેક કાર્યક્રમો કોરોના મહામારી વચ્ચે પણ ચર્ચાનુ કેન્દ્ર રહ્યા છે. કેમકે એક તરફ સરકાર કોવીડ ગાઇડલાઇનનો ભંગ કરનાર આમ નાગરીકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓ અને સંગઠનના હોદ્દેદારો છડેચોક કોવીડ ગાઇડલાઇનો ભંગ વારંવાર કરી રહ્યા છે. ગુજરાતમાં આવા અનેક મામલાઓ સામે આવ્યા છે. તેવામા હવે કચ્છ પણ બાકાત રહ્યુ નથી આજે કચ્છ ભાજપ દ્રારા પ્રદેશના બે નવ નિયુક્ત મહામંત્રીનો અભીવાદન સમારંભ યોજાયો હતો. જેમાં ઉન્માદમાં સ્વાગતથી લઇ સન્માન સુધી 4 કલાકના કાર્યક્રમમાં ક્યાક કોરોના ગાઇડલાઇનનુ પાલન થયુ હોય તેવુ દેખાયુ ન હતુ જો કે નવાઇ વચ્ચે કાર્યક્રમ પુર્ણ થયા બાદ બન્ને મહામંત્રીઓએ તેના પાલન સાથે કાર્યક્રમ આયોજીત થયો હોવાનુ નિવેદન આપતા સૌ કોઇ આશ્ર્ચર્યમાં મુકાઇ ગયા હતા. સરકારી ગાઇડલાઇન મુજબ 200થી વધુ લોકો મંજુરી સાથે એકઠા થઇ શકે છે પરંતુ અહી તો જાણે મેળો હોય તેવા દ્રશ્ર્યો સર્જાયા હતા. અને આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી માટે જાણે મંડળ અને અન્ય હોદ્દેદારોએ પોતાનુ શક્તિ પ્રદર્શન કર્યુ હોય તેવુ વધુ લાગી રહ્યુ હતુ.
જાણો કોણ ન આવ્યુ-કોણ ન બોલ્યુ?
પ્રદેશ ભાજપના બન્ને મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા અને કચ્છમાંથી પ્રથમવાર સંગઠનમાં મહામંત્રીનુ સ્થાન મેળવનાર સાંસદ વિનોદ ચાવડાના અભિવાદનનો કાર્યક્રમ હતો અને આખા કચ્છમાંથી વિવિધ મંડળ અને સંગઠનના જવાબદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો સામાજીક સંસ્થાઓ પણ બહુમાન માટે એકઠી થઇ હતી. જો કે કાર્યક્રકમાં અનેક વાતો ઉડી ને આંખે વળગી હતી કાર્યક્રમમાં અનિવાર્ય સંજોગોથી ધારાસભ્ય વાસણભાઇ આહિર ઉપસ્થિત રહ્યા ન હતા.,તો ભાષણ દરમ્યાન નિમાબેન આચાર્યએ જીલ્લા મહામંત્રી તરીકે સંબોધન કરી ભાંગરો વાટ્યો હતો તો બીજી તરફ અન્ય મહામંત્રીએ જીલ્લા પ્રમુખના કાંટાળા તાજની વાત કરી રમુજ સર્જયુ હતુ. ઉદ્દબોધન દરમ્યાન તમામ ધારાસભ્યનો ભાષણ માટે આમત્રીંત કરાયા હતા. પરંતુ વિરેન્દ્રસિંહ જાડેજા અને પદ્યુમનસિંહ જાડેજાએ સ્પિચ આપવાનુ ટાળ્યુ હતુ. તો સરકારી કાર્યક્રમોમાં દેખાતા ભાજપના પુર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદ્રી હાજર રહ્યા ન હતા. વાંરવારની સુચના છંતા સન્માનના ઉનમાદ્દમાં કાર્યક્રરો અને આગેવાનો કોરોના જાણે વેકશીન પછી જતો રહ્યો હોય તેમ ભેગા થઇ રહ્યા હતા.
એક તરફ વડાપ્રધાન વેકશીનેશન સાથે કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન માટે દેશને સંબોધન કરી રહ્યા છે. પરંતુ કદાચ તેમની પાર્ટીના જ કાર્યક્રરો આગેવાનો તેમની વાત તો માનવા તૈયાર નથી જ પરંતુ કેમેરામાં દેખાતા સત્ય પર પડદો નાંખવા માટે જુઠનો સહારો લઇ રહ્યા છે. અને આવુ આખા કચ્છમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં વારંવાર થઇ રહ્યુ છે. અને નવાઇ વચ્ચે સામાન્ય નાગરીકો સામે કાર્યવાહી કરતુ તંત્ર અને પોલિસ આવા મામલે ચુપ છે. કદાચ ભાજપ અને સામાન્ય નાગરીકો માટે કાયદો સમાન નહી હોય…વિડીયો જોઇ પ્રજા નક્કી કરે.