કચ્છમાં તંત્રએ જાણે શરમ નેવે મુકી હોય તેમ લાંબા સમયથી પવનચક્કી અને વિજલાઇનો નાંખવાના મુદ્દે કંપની તરફી વલણને કારણે ચર્ચામાં છે લોકો અરજી અને ફરીયાદ કરી થાક્યા પરંતુ હજુ પણ ઘણા એવા કિસ્સા છે જેમાં તંત્રએ દાદ ન આપતા કોર્ટના દ્વાર ખટખટાવા પડ્યા હોય પરંતુ જેના માટે તેમને નિયુક્ત કરાયા છે તેવા પ્રજાના પ્રશ્ર્નોને તેઓ વાંચા આપી શક્યા નથી. ખાસ કરીને નખત્રાણામાં પોલિસ અને વહીવટી તંત્ર જાણે પવનચક્કીનુ કામ કરવા માટે જ નિયુક્ત કરાયા હોય તેવી ફરીયાદો સતત ઉઠી રહી છે જો કે તે વચ્ચે એક ચોંકવનારો વિડીયો સામે આવ્યો છે જે કદાચ કચ્છના વહીવટી તંત્ર માટે શરમજનક કહેવાય બેરૂ ગામની સિમમાં પાવરગ્રીડ કંપની દ્વારા પસાર થનારી લાઇનથી પર્યાવરણને નુકશાન ન જાય તેવી ફરીયાદ સાથે ગ્રામજનો અને કચ્છ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રાન્ત અધિકારી મેહુલ પટેલને આવેદનપત્ર આપવા ગયુ હતુ જેમાં ખેડુતને ધમકી આપવા મુદ્દે પ્રાન્ત અધિકારીને આવેદનકારોએ ખુલ્લે આમ બીજી વાર ધમકી ન આપતા તેવુ કહ્યુ હતુ અને અધિકારીએ તે સાંભળી પણ લીધુ હતુ.
જાણો શા માટે પ્રાન્ત અધિકારીને આવુ કહેવાયું
મુરૂ ગામે થોડા સમયથી પાવરગ્રીડ કંપની દ્વારા કામને લઇને સર્વે સહિતની કામગીરી શરૂ કરવામા આવી છે. જો કે કેટલાક ખેડુતો ગ્રામજનો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે તેનો વિરોધ કર્યો છે અને આ વિસ્તારમાં પર્યાવરણને નુકશાન ન જાય તે રીતે કામ થાય તે સબબનુ આવેદનપત્ર આપવા માટે તેઓ નખત્રાણા પ્રાન્ત કચેરીએ પહોચ્યા હતા અને પ્રાન્ત અધિકારી ખુદ આવેદન સ્વીકારવા માટે કચેરી બહાર આવ્યા હતા પર્યાવરણના મુદ્દા અને ખેડુતોને નુકશાન ન જાય તેવી રજુઆત બાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સભ્યએ પ્રાન્ત અધિકારી જયેશ પટેલને એક ખેડુતને 10 વર્ષ માટે ફીટ કરાવી દેવાની ધમકી શા માટે આપી? અને શુ તમે કંપનીના દલાલ છો તેવા શબ્દના પ્રયોગ કર્યા સરકારી અધિકારી તરીકે તેમની ફરજો યાદ અપાવી અને સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી કે હવે ખેડુતોને ધમકી આપી છે તો ગ્રામજનો સાથે વિરોધ નોંધાવશે અને હવે પર્યાવરણને નુકશાન ન જાય તેનુ ધ્યાન રાખી તંત્ર પાવનગ્રીડનુ કામ કરે
કચ્છના જનપ્રતિનીધીઓ બોધપાઠ લે..
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કે ગ્રામજનો કે જાગૃત નાગરીકો વિષે શહેરમાં ભલે તેમના અન્ય ઉદ્દેશની ચર્ચા પણ હોઇ શકે પરંતુ સરકારી અમલદારને ખોટી વાત પર સંભળાવવાની જાહેરમાં તેઓએ હિંમત કરી એ ઘણું બધું સૂચવે છે પવનચક્કી માટે લડાતી દરેક લડત કદાચ સાચી ન પણ હોય પરંતુ ઘણા ખેડુતોને તંત્ર,પોલિસે ન્યાય નથી આપ્યો તે પણ તેટલુજ સત્ય છે. પર્યાવરણના નુકશાનીની વાત હોય કિંમતી ઘાસચારો બળી જવાનો મામલો હોય,મોરના મોતનો મામલો હોય કે પછી ખેડુતોના વળતરનો કચ્છના જન પ્રતિનીધીઓએ આવા મુદ્દે આવી રીતે ક્યારેય અધિકારીઓનો ઉધડો લીધો નથી. હા અન્ય બાબતોમાં હશે પરંતુ પવનચક્કી મુદ્દે તો બધા મૌન છે ચોક્કસથી વહીવટી કામો સરળ થાય અથવા મુશ્કેલીમાં તંત્ર કામ ઝડપથી કરાવવા માટે દરમ્યાનગીરી કરે એ વાત યોગ્ય માની શકાય પરંતુ જ્યા મનમાની થતી હોય ત્યા આમપ્રજા સાથે રહેવાની ચુંટાયેલા જનપ્રતિનીધીની ફરજ છે. માત્ર ઉદ્ઘાટન અને વિકાસની વાહવાઇ કરવી નહી પરંતુ ખેડુતો-આમ નાગરીકો માટે જાહેરમાં અધિકારીઓને આવુ કહેવાની હિંમત પણ રાખવી પડે તો સરકારી અમલદારોએ પણ પ્રજાના સ્વમાનની ચિંતા સાથે તેમના ન્યાય માટે કામ કરવુ પડે.
પ્રાન્ત અધિકારીએ આવુ કહ્યુ હતુ કે નહી તે ખબર નથી જો કહ્યુ હોય તો દુભાગ્યપુર્ણ બાબત કહેવાય અને ન કહ્યુ હોય તો અરજદારોને જાહેરમાં આવા નિવેદન સામે તેઓએ ટોકવા જોઇતા હતા પરંતુ અધિકારીનુ મૌન ઘણુ બધુ કહી જાય છે. તેવામાં આ મામલાની તપાસ સાથે સાથે ચુંટાયેલા પ્રતિનીધી અને સરકાર પણ કચ્છમાં પોલિસ અને તંત્રની મદદથી દાદાગીરી કરતી વિન્ડ એનર્જી કંપનીઓ સામે કડક થાય તે જરૂરી છે. તો પોલિસ તથા વહીવટના ઉચ્ચ અધિકારીઓ તાબાના અધિકારીઓને કડક નિર્દેશ સાથે કામ કરવાની સુચના આપે તે જરૂરી છે નહી તો જાહેરમાં આવુ અધિકારીઓને ઘણુ સાંભળવુ પડશે…સાંભળો વિડીયોના સંવાદ