Home Current કીડાણામાં બબાલ બાદ અંજપાભરી શાંતિ! આગ ચંપી,લાઠીચાર્જ,ટીયર ગેસની કાર્યવાહી બાદ સ્થિતી કાબુમાં

કીડાણામાં બબાલ બાદ અંજપાભરી શાંતિ! આગ ચંપી,લાઠીચાર્જ,ટીયર ગેસની કાર્યવાહી બાદ સ્થિતી કાબુમાં

2633
SHARE

પુર્વ અને પચ્છિમ કચ્છમાં આજે રથયાત્રા દરમ્યાન થયેલી નાની ચકમક પછી સમગ્ર કચ્છમાં ઉચાટ ફેલાયો છે જો કે પરિસ્થિતી પચ્છિમ કચ્છમાં પોલિસે કાબુમાં લઇ લીધી છે અને કોઇ વધુ વિવાદ વગર મામલો થોળે પડી ગયો છે પરંતુ કીડાણા ગામે થયેલી બબાલ હિંસક બનતા પોલિસને જવાબી કાર્યવાહી કરવી પડી છે જો કે સોસીયલ મિડીયાના સદ્દઉપયોગથી પોલિસ અને રેન્જ આઇ.જી કચેરી દુર રહી છે અને હજુ સુધી રીતે ફેલાઇ રહેલી અફવાઓ અંગે પોલિસે કોઇ સતાવાર ફોડ પાડ્યો નથી પરંતુ હાલ સ્થિતી પોલિસના નિયત્રંણમાં હોવાનુ જાણવા મળ્યુ છે જે રીતે મુન્દ્રાના સાડાઉ ગામે નાની બાબતે રથયાત્રા અટકી હતી અને ત્યાર બાદ પોલિસને મોરચો સંભાળવો પડ્યો હતો તે જ રીતે કીડાણા ગામે રથયાત્રા સમયે થયેલી નાનકડી ચકમક બાદ મામલો અતી ગંભીર બન્યો હતો અને ન માત્ર કીડાણા પરંતુ આસપાસના ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા જો કે પોલિસે સત્તાવાર રીતે આ અંગે કોઇ માહિતી આપી નથી પરંતુ ઘટનામાં કટેલાક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનુ સામે આવ્યુ છે તો કેટલાક વાહનોમાં આંગચપી પણ કરાઇ છે જો કે સ્થિતી વધુ બગડતા પોલિસને બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો અને ટોળા વિખેરવા માટે પોલિસને ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ઘટનામાં પોલિસના કેટલાક વાહનોમાં પણ નુકશાન થયુ છે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્તતા વચ્ચે પૂર્વ કચ્છ પોલિસ વડા મયુર પાટિલે પાંચથી સાત ટીયર ગેસ છોડાયાને આપીને પોલીસે મહંદ અંશે સ્થિતી પર પોલિસે કાબુ મેળવી લીધો હોવાનું જણાવ્યું હતું.

આગેવાનોની અપિલ પણ કચ્છમાં ચિંતા

ચોક્કસથી બન્ને ઘટનાઓમાં પોલિસે સક્રિય રહી કાબુ મેળવી લીધો છે. પરંતુ ઘટના બનવા પાછળના સાચા કારણ અંગે પોલિસે કોઇ સત્તાવાર વિગતો આપવાનુ ટાળ્યુ છે રામજન્મ ભુમી રથયાત્રા દરમ્યાન આ બબાલ સર્જાઇ હોવાનુ સામે આવ્યુ છે પરંતુ સત્તાવાર રીતે વહીવટી તંત્ર કે પોલિસ પ્રસાશન તરફથી ચોક્કસ માહિતીની આપલે ન થતા સમગ્ર કચ્છમાં લોકો સોસીયલ મિડીયામાં ફરી રહેલી પોસ્ટથી ભ્રમીત થઇ રહ્યા છે. જો કે હાલ સ્થિતી નિયત્રંણમાં હોવાનુ જાણવા મળી રહ્યુ છે તો પુર્વ કચ્છના સામાજીક,રાજકીય આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. ધટના બાદ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાંએ શાંતિ જાળવવા માટે અપિલ કરવા સાથે ખોટી અફવાથી દુર રહેવાનો સંદેશ પાઠવ્યો છે તો રાજકીય આગેવાનો પણ સ્થિતી પર નજર રાખી રહ્યા છે જો કે પોલિસે આ અંગે સત્તાવાર વિગત આપવા સાથે ધટનાથી લોકોમાં ખોટો ભય ન ફેલાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા નથી પરંતુ હાલ કાર્યવાહી ચાલુ છે. અને સ્થિતી પોલિસની નિયત્રંણમાં છે. ઉપરાઉપરી બનેલા બનાવો પછી બન્ને સમાજ વચ્ચે બેઠકો યોજાય તેવી શક્યતા છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને

ન્યુઝ4કચ્છ પણ સામાજીક જવાબદારીના ભાગરૂપે લોકોને અપિલ કરી રહ્યું છે કે ખોટી અફવાઓમાં ન આવી શાંતી જાળવી રાખે પોલિસ પણ શાંતિ સ્થાપવા સાથે ઘટનામાં દોષીતો સામે કાર્યવાહી માટે કટિબદ્ધ છે રેન્જ આઇ.જી એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે મામલાની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે.