રામજન્મ ભુમીમાં ભવ્ય અયોધ્યા રામમંદિર નિર્માણની ધનરાશી એકઠી કરવા માટે કચ્છમાં નિકળી રહેલી ધાર્મિક યાત્રામાં ગઇકાલે વિક્ષેપ સાથે સર્જાયેલી પરિસ્થિતી વચ્ચે મુન્દ્રામાં સ્થિતી થાળે પાડ્યા બાદ પોલિસે આ મામલે ફરીયાદ નોંધી છે. ગઇકાલે સાંજના સમયે જ્યારે યાત્રા સાડાઉ ગામેથી નિકળી રહી હતી ત્યારેજ અજાણ્યા શખ્સોએ પથ્થરો હથિયાર વડે હુલ્લડ કરી ધાર્મિક યાત્રામાં વિક્ષેપ સર્જ્યો હતો. જો કે પોલિસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી યાત્રાને ફરી શરૂ કરાવવા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલિસે આ મામલે ફરીયાદ નોંધી છે અને ફરીયાદી નરેન્દ્રસિંહ સોઢાની ફરીયાદ લઇ કાદરસા સૈયદ,અકરમસા સૈયદ તથા અજાણ્યા 8 થી 10 લોકો વિરૂધ્ધ વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ રેલીમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના જાહેરનામાનો ભંગ કરનાર 30થી વધુ લોકોના ટોળા સામે પણ ફરીયાદ નોંધાઇ છે.
લાકડી-પથ્થરો વડે મંળડી રચનાર સામે ફરીયાદ
ગઇકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં યાત્રા સાડાઉ ગામ ખાતે પહોચી હતી ત્યારેજ કાદરસા સૈયદ,અકરમસા સૈયદ અને તેની સાથેના 8 થી 10 લોકોએ ધાર્મિક યાત્રામાં બીજાને નુકશાન થાય તે રીતે હુલ્લડ સર્જયુ હતુ. અને આ યાત્રામાં જોડાયેલ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મામલો તંગ બન્યો હતો. જો કે પોલિસે પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો અને હાલ ફરીયાદી ની ફરીયાદના આધારે IPC ની કલમ 323,143,147,149,337,296 તથા જી.પી એક્ટની કલમ 35 મુજબ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અયોધ્યા રામમંદિર નિર્માણ ફંડ એકત્રીકરણ યાત્રા દરમ્યાન પોતાના સામાન્ય ઇરાદા પાર પાડવા હુલ્લડ સર્જવા ગેરકાયદેસર મંડળી રચવા સહિતની કલમો તળે પોલિસે ફરીયાદ નોંધી છે. તો બીજી તરફ શોભાયાત્રામાં કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો સામે પણ પોલિસે ફરીયાદ નોંધી છે
કચ્છના વિવિધ વિસ્તારોમાં હાલ રામમંદિર નિર્માણ માટેના પ્રયાર-પ્રસાર ની ધાર્મીક યાત્રા નિકળી રહી છે. ત્યારે કોમી શાંતિને ડહોળવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. સાડાઉ બાદ કીડાણા ગામે પણ કાલે ભારે અરજકતા સર્જાઇ હતી. જો કે પોલિસે હાલ મામલો શાંત પાડી બન્ને પક્ષે શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરવા સાથે તોફાની તત્વો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.